મણિપુરમાં પેટ્રોલ સંકટઃ 180 રૂપિયે વેચાઇ રહ્યું છે લિટર

ઇમ્ફાલ : મણિપુરમાં એકવાર ફરીથી પેટ્રોલ સંકટ પેદા થઇ ગયું છે. રાજ્યમાં ભારે ભુસ્ખલન, બેરેક પુલો ટુટી જવાનાં કારણે અને આઇએલપીએસ તથા એન્ટી આઇએલપીએસ મૂવમેન્ટનાં કારણે હડતાળ ચાલી રહી છે. જેનાં કારણે અહીં પેટ્રોલ તથા ડીઝલનાં ભાવમાં આસમાની ઉછાળો આવ્યો છે. હાલ મણિપુર સહિતનાં વિસ્તારોમાં પેટ્રોલ અને ડિઝલની ભારે તંગી છે. જેનાં કારણે પેટ્રોલ પંપ ધારકો મન ફાવે તેવા ભાવો વસુલી રહ્યા છે. 

બ્લેકમાં પેટ્રોલની કિંમત 160 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહી હતી તે હવે વધીને 180 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. જ્યારે આ પેટ્રોલની અસલ કિંમતતો માત્ર 57 રૂપિયા પ્રતિ લિટર છે. સ્થાનિક લોકો પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લગાવીને ઉભેલા જોવા મળે છે. ત્યારે પેટ્રોલની તંગીનાં કારણે ઘણા પેટ્રોલ પંપો તો બંધ પણ થઇ ચુક્યા છે. જ્યારે જેટલા ખુલ્લા છે તેઓએ એક લિમિટેડ કોટા કરી દીધો છે જેનાંથી વધારે પેટ્રોલ તેઓ કોઇ પણ વાહન ચાલકને આપતા નથી. તેઓ દરેક બાઇક દીઠ 4થી5 લિટર પેટ્રોલ ભરી આપે છે. 

You might also like