મક્કા મસ્જિદમાં નાસભાગ દરમિયાન ૧૫૦નાં મોત, ૪૦૦ ઘાયલ

નવી દિલ્હી: મક્કામાં ફરી એકવાર નાસભાગની ઘટના સર્જાઇ છે. સાઉદી ટેલીવિઝનના જણાવ્યા અનુસાર મક્કામાં નાસભાગ મચતાં ૧૫૦ લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે ૪૦૦ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત હજ દરમિયાન સર્જાયો હતો. જો કે આ નાસભાગ કેમ સર્જાઇ, તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સાઉદી અરબના મક્કા શહેરમાં એક મસ્જિદમાં ક્રેન તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા અને લગભગ ૨૦૦ લોકોને ઇજા પહોંચી હતી. 

You might also like