મંગળ પર દેખાઇ મહિલા : ટ્વિટર પર ચાલ્યા કોન્ટેસ્ટસ

વોશિંગ્ટન : નાસાનું રોવર છેલ્લા થોડાક વર્ષોથી મંગળ ગ્રહ પર જીવન શોધી રહ્યું છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને લાલ ગ્રહની ઘણી મહત્વપુર્ણ જાણકારીઓ પ્રાપ્ત થઇ છે. જો કે આ અંગેની નાસા યાન દ્વારા જે તસ્વીરો મોકલવામાં આવી છે તે મુદ્દે ટ્વિટર પર હાલ વિવાદ પેદા થઇ ગયો છે. 

નાસાનાં યાને મંગળ ગ્રહની ઉબડ ખાબડ જમીનની એક તસ્વીર મોકલી છે. આ ફોટોમાં એક પથ્થરમાં આકૃતિ દેખાઇ રહી છે. આ આકૃતીને ઘણા લોકો મહિલા માની રહ્યા છે. એક બ્લોગરે આ ફોટોમાં દેખાઇ રહેલી આકૃતીને લાંબા વાળ વાળી અને કપડા પહેરેલી મહિલા જણાવી હતી. 

(ઓરીજનલ તસ્વીર કે જેમાં મહિલાનાં આકારનો પથ્થર જોઇ શકાય છે)

યૂએફઓ સાઇટિંગ ડેલી નામનાં એક બ્લોગમાં આ મહિલા અંગે ખુબ જ વિસ્તાર પુર્વક લખવામાં આવ્યું છે. આ મહિલા અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ તસ્વીર મુદ્દે હાલ પ્રત્યોગીતા પણ ચાલી રહી છે કે આ મહિલાઓ પૈકી કઇ મહિલા છે. ઘણા લોકો તેને પથ્થરનો એક ભાગ ગણી રહ્યા છે તે ઘણા તેને મહિલા. 

You might also like