મંગળ ગ્રહની સફર કરાવતી દિલધડક ફિલ્મ 

સાઈ-ફાઈ ફિલ્મ ‘ધ માર્સિયન’નંુ ડિરેક્શન રિડલી સ્કોટે કર્યું છે અને અભિનેતા મેટ્ટ ડેમોને માર્ક વોટનીની મુખ્ય ભૂમિકા ભજવી છે. મંગળ (માર્સ) ગ્રહ પર ગયેલા અવકાશીયાત્રીને દુનિયા મૃત માની લે છે પણ તે હકીકતમાં પરત અાવવા સંઘર્ષ કરતો હોય છે તેની વાર્તા ફિલ્મમાં રજૂ કરવામાં અાવી છે. ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ્સ દિલધડક છે.

ધી માર્સિયન ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટ મને પસંદ આવી. આ ફિલ્મમાં પ્રોપર ઈફેક્ટસ આપવામાં આવી છે. જ્યારે ફિલ્મમાં મેટ્ટ ડેમોન દ્વારા  બેસ્ટ ભૂમિકા દર્શાવામાં આવી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.જૈનમ દલાલ, પાલડી 

ફિલ્મમાં મને સૌથી વધુ 3ડી ઈફેક્ટસ  અને સ્પેશિયલ ઈફેક્ટસ વધુ ગમ્યાં. ફિલ્મની સ્ટોરી સ્પેસ પર છે. જે આ ફિલ્મમાં ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. મને ફિલ્મની સ્ટોરી ખૂબ પસંદ પડી . હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.

ચૈતન્ય ડગલી, શ્યામલ 

ધી માર્સિયન  ફિલ્મ એડવેન્ચર ફિલ્મ છે. સાયન્સ અને  એડવેન્ચર ભેગાં કરી ફિલ્મ દર્શાવામાં આવી છે. ફિલ્મની 3ડી ઈફેક્ટ બેસ્ટ છે. ફિલ્મની ઈફેક્ટસ પરથી એવું લાગે જાણે  આપણે પણ સ્પેસમાં જઈ  રહ્યા છે.હું આ ફિલ્મને 5 સ્ટાર આપીશ. 

કિન્નરી  શાહ, ફતેહનગર 

બોલિવૂડ અને સાઉથની મૂવી કરતાં પણ બેસ્ટ ઈફેક્ટ આ ફિલ્મમાં  જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી ધી બેસ્ટ છે. જ્યારે ફિલ્મમાં પૃથ્વી સિવાય પણ અન્ય ગ્રહ પર પણ જીવ છે. જ્યારે મેટ્ટની એક્ટિંગ બેસ્ટ છે. હું આ ફિલ્મને 5 સ્ટાર આપીશ.

શ્રેણિક શાહ, ધરણીધર 

You might also like