ભ્રષ્ટાચારને નાથવા માટે દિલ્હી સરકારનું 'સ્ટિંગ એપ'

નવી દિલ્હી : દિલ્હીની આમઆદમી પાર્ટીની સરકાર એવુ એપ લાવવાની તૈયારી કરી રહી છે જેનાં દ્વારા સામાન્ય જનતા સ્ટિંગ કરી શકે. લાંચ સહિતનાં અન્ય અપરાધો સામે લડવા માટે આમઆદમી દ્વારા આ પગલુ ભરવામાં આવી રહ્યુ છે. સ્માર્ટ ફોન યુઝર ગુપ્ત રીતે વીડિયો બનાવીને સુરક્ષીત સર્વર પર મોકલી શકે તેવી વ્યવસ્થા આ એપમાં અપાઇ છે. 

સુત્રો અુસાર સરકાર જે એપ તૈયાર કરી રહી છે તેમાં સામેવાળી વ્યક્તિને ખ્યાલ પણ ન આવે તે રીતે તે વ્યક્તિનો અવાજ અને વીડિયો પણ રેકોર્ડ કરી શકાય છે. યુઝર જેવુ આ એપની મદદથી રેકોર્ડિંગ ચાલુ કરશે સ્માર્ટફોનની સ્ક્રીન ડાર્ક થઇ જશે. તેનાં કારણે એવુ લાગશે કે ફોન સ્વિચ ઓફ છે અથવા તો પછી લોક છે. 

આ એપની ખાસીયત એ હશે કે આ માત્ર રેકોર્ડિંગ કરશે એટલુ નહી પરંતુ રેકોર્ડિંગ એક સુરક્ષીત સર્વર પર સેવ થશે. જેથી જો યુઝર પકડાઇ જાય અને તેનો ફોન ચેક કરાય અથવા તો ફોન તોડી નાખવામાં આવે તો પણ રેકોર્ડિંગ પહેલાથી જ સર્વર પર પહોંચી ચુક્યુ હશે. 

ઇન્ટરનેટવાળા સ્માર્ટ ફોનમાં આ સુવિધાનો ઉપયોગ થઇ શકશે. આ એપ સીધુ જ સરકારનાં સિક્યોર સર્વર સાથે જોડાયેલો હશે. જે કાંઇ પણ રેકોર્ડ થશે તે સીધુ જ સરકારી સર્વરમાં સેવ થશે. ત્યાર બાદ તેની તપાસ કરીને સરકાર યોગ્ય પગલા લેશે. 

You might also like