ભૌતિકતા તરફ આપણી દોટથી ભુલાતી જતી ભારતીય પરંપરા

આપણાં શાસ્ત્રો તથા પુરાણોમાં એવી અનેક વાતોનું રહસ્ય છે, જે મુજબ વર્તવાથી આપણે વધુ ને વધુ સુખી થઈએ. છતાં આજે ટીવી કલ્ચર તથા મોબાઇલ કલ્ચરમાં આવી અનેક બાબતો આપણે ભૂલી ગયા છીએ. ભૂલતા જઇએ છીએ. શાસ્ત્રોના રખેવાળ આ બાબતે ખૂબ સભાન હોવા છતાં તે જોઇએ તેટલો સુધારો કરી શકતા નથી. તે પાછળનું કારણ ભૌતિકતા તરફ આપણી આંધળી દોટ. આવો આપણે આ અંગે વિસ્તૃત છણાવટ કરી આપણાં શાસ્ત્રોને જીવંત રાખવાની દિશામાં સફળતાનું એક યોગ્ય કદમ માંડીએ.
 
માતા પિતા તથા વડીલોનો હંમેશાં આદર કરો. જીવન બહુ ટૂંકું છે. તેનો યોગ્ય માળખામાં સમય ફિક્સ કરી તે મુજબ જીવવું જોઇએ. એકથી છ વર્ષ સુધી બાળપણમાં રમતો રમવી જોઇએ. છથી ૨૦ વર્ષ સુધી શક્ય એટલો અભ્યાસ કરવો જોઇએ. અભ્યાસની સાથે પ્રભુભક્તિ ભૂલવી ન જોઇએ. ૨૦મા વર્ષથી છેક ૬૦મા વર્ષ સુધી અર્થાત્ ૪૦ વર્ષ સખત મહેનત કરી સદ્ માર્ગે ધન એકત્ર કરવંુ જોઇએ. આ ધન આપણી વૃદ્ધાવસ્થા તથા જીવનમાં આવતાં અન્ય સુખ દુઃખના પ્રસંગોમાં કામ આવે છે.
 
જેટલું જીવન જીવો તેટલું નીતિમય જીવન જીવો. અનીતિનો પૈસો લાવશો નહીં. અનીતિના માર્ગે આવેલું નાણંુ ૧૦ વર્ષ ટકે છે. તે જાય છે ત્યારે બધું જ ચાલ્યું જાય છે. તેની સાથે સદ્ માર્ગે આવેલું ધન પણ ચાલ્યું જાય છે.
 
બને તેટલા ધર્મના માર્ગે ચાલો. ગરીબ ગુરબાં પ્રત્યે દયા દાખવો. કોઇનુંય અપમાન કરશો નહીં. ઊંચી સત્તા ઉપર હો તો તેનું અભિમાન ન કરી હાથ નીચેના કર્મચારીઓને મદદ કરો.
સત્તા આગળ કદી શાણપણ ન દાખવશો. દેવાલય, પીપળો, વડ રસ્તામાં આવે તો દૂરથી પણ અચૂક નમન કરો. કેટલાક બ્રાહ્મણો આજે પણ નીતિમય જીવન જીવતા હોય છે. બ્રાહ્મણનો કદી તિરસ્કાર ન કરવો.
 
આંગણે આવેલા ભિક્ષુકને કાંઇક આપો. જો આપવા જેવું કાંઇ ન હોય તો તેને બે હાથ જોડી નમન કરો, પરંતુ તેનું અપમાન ન કરશો. જો તમે તેમનું અપમાન કરશો તો શક્ય છે કે તે ભિક્ષુક તમારા આંગણે તેનો વિશ્વાસ છોડીને જાય અને તમારા જીવનમાં અંધકારના ઓળા ઊતરી આવે.
 
મોક્ષ મેળવવાના મુખ્ય ચાર રસ્તા છે. સાલોક્ય અર્થાત્ દેવોની સાથે સ્વર્ગમાં રહેવું. (૨) સાયુજ્યઃ દેવો સાથે જોડાઇને રહેવું. (૩) સારૂપ્યઃ દેવો જેવું સ્વરૂપ પામીને તથા ચાર સામીપ્ય એટલે દેવોની નજીક રહેવું. શત્રુનું કે રૂપજીવિનીનું અન્ન કદી ખાવું નહીં. રાત્રે દેવમંદિરમાં કે ઝાડ નીચે એકલા ન જવું. સૂવું પણ નહીં. તમારા દુશ્મનનો પણ ઉપયોગ કરતા શીખો.
જેઠ માસ ઊતરતાં જો દેડકા બહુ બોલે તો ટૂંક સમયમાં વરસાદ પડે છે. દેડકાનું જમીન પરનું આગમન વરસાદની છડી પોકારે છે. સારું આચરણ કરનારને હંમેશાં સ્વર્ગ મળે છે, જ્યારે દુરાચરણ કરનારને કે અનીતિ આચરનારને પુનઃ જન્મ લેવો પડે છે. 
You might also like