ભારત સામે ૧૩ વિકેટ ઝડપનાર કૌશલની બોલિંગ એક્શન શંકાસ્પદ

કોલંબો: શ્રીલંકાના ઓફ સ્પિનર થેરાંડુ કૌશલની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ છે. ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં કૌશલની બોલિંગ એક્શન યોગ્ય ન હતી. આઈસીસીના અધિકારીઓએ આ સબંધે શ્રીલંકાના મેનેજમેન્ટને જાણકારી આપી છે. ૨૨ વર્ષના કૌશલે ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં એક વિકેટ અને શ્રેણીમાં ૧૩ વિકેટ ઝડપી હતી. આઈસીસીની પ્રક્રિયા પ્રમાણે કૌશલની બોલિંગ એક્શનની તપાસ કરવામાં આવશે, તેણે ૧૪ દિવસની અંદર પરીક્ષણ કરવાનું રહશે. આ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકશે. તેની બોલિંગ એક્શન ઉપર કોઈપણ નિર્ણય ટેસ્ટનો રિપોર્ટ આવ્યા પછી લેવામાં આવશે. કૌશલે ૬ ટેસ્ટમાં ૨૪ વિકેટો ઝડપી છે. જૂનમાં પાકિસ્તાન સામે ૪૨ રનમાં ૫ વિકેટ ઝડપી કારકિર્દીમાં બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.  કૌશલ હજુ ફક્ત એક  વન-ડે રમ્યો છે, તેણે ડિસેમ્બર ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.  રંગના હેરાથ પછી કૌશલને શ્રીલંકાનો બેસ્ટ સ્પિનર માનવામાં આવે છે.
 
You might also like