‘ભારત સામે રમવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે’

કરાચીઃ પાકિસ્તાની ક્રિકેટર્સ ભારત સામે રમવા સતત ઉત્સુકતા દેખાડી રહ્યા છે. પાકિસ્તાની ટેસ્ટ ટીમના કેપ્ટન મિસબાહ ઉલ હક બાદ હવે પાકિસ્તાની વન ડે કેપ્ટન અઝહર અલી પણ ભારત સાથે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો સ્થાપિત થાય તેવું ઇચ્છે છે. પંજાબના ગુરદાસપુરમાં આતંકવાદી હુમલા બાદ બીસીસીઆઇએ હવે પાકિસ્તાન સાથે કોઈ પણ દ્વિપક્ષ શ્રેણી રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, પરંતુ અઝહર અલીનું માનવું છે કે ભારત સામે રમવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે.અઝહર અલીએ જણાવ્યું કે, ”જો ભારત અને પાકિસ્તાન રમે તો એ ક્રિકેટની રમત માટે બહુ જ સારું હશે. અમે રમવા ઇચ્છીએ છીએ, કારણ કે ભારત વિરુદ્ધ સારું પ્રદર્શન હંમેશાં ખાસ વાત હોય છે, પરંતુ આનો નિર્ણય ક્રિકેટ બોર્ડ અને સરકારના હાથમાં છે. જો અમારી ભારત સામે શ્રેણી રમાય તો એ બહુ જ સારી વાત હશે.
 

You might also like