ભારત સાત વર્ષમાં દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બનશે

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રઅે કહ્યું કે દુનિયામાં સૌથી વધુ અાબાદી ધરાવતા દેશ ચીનને ભારત ૨૦૨૨ સુધી પછાડી દેશે અને પ્રથમ સ્થાને અાવી જશે. સાત વર્ષના અંતરાલમાં ભારતની વસ્તી ચીનની વસ્તીને પાર કરી દેશે. અત્યારે ભારતની વસ્તી ૧૨૫ કરોડ છે અને ચીનની ૧૩૫ કરોડ છે. 

સંયુક્ત રાષ્ટ્ર તરફથી જારી કરાયેલા રિપોર્ટ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસઃ ૨૦૧૫ રિવિઝન’  મુજબ ચીન અને ભારત દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા દેશ છે. ૧ અબજથી વધુ વસ્તી ધરાવતા બંને દેશ દુનિયાની જનસંખ્યાનું ક્રમશઃ ૧૯ અને ૧૮ ટકા પ્રતિનિધિત્વ કરે છે. 

દુનિયાના ૧૦ સૌથી મોટા દેશદુનિયાના ૧૦ સૌથી મોટા દેશમાં અાફ્રિકાનો નાઈજિરિયા, અેશિયાનું બાંગ્લાદેશ, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન લેટિન અમેરિકામાં બ્રાઝિલ અને મેક્સિકો, ઉત્તર અમેરિકામાં અમેરિકા અને યુરોપમાં રશિયા સામેલ છે. 

૨૦૧૫ સુધી સ્થિતિ અાવી હશેસંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે ભારત, ચીન, પાકિસ્તાન, નાઇજિરિયા, ઇન્ડોનેશિયા અને અમેરિકાની જનસંખ્યા ૨૦૫૦ સુધી ૩૦ કરોડને પાર થઈ જશે. ૨૦૫૦ સુધી યુરોપના ૩૪ ટકા રહેવાશી ૬૦ વર્ષથી વધુ ઉંમરના હશે. લેટિન અમેરિકા, કેરેબિયન અને અેશિયામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો ક્રમશ ૧૧, ૧૨ ટકા અને ૨૫ ટકા હશે. 

 

 

 

You might also like