ભારત સરકાર માટે એપ ડિઝાઈન કરવી છે?

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે અાવ્યા પછી ડિજિટલ પ્લેટફોર્મ થકી લોકોને સરકાર સાથે જોડવા માટે મય ગવ નામની વેબસાઈટ બનાવી હતી. હવે અા વેબસાઈટ અને સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલ બન્ને સાથે મળીને એ દેશવ્યાપી સ્પર્ધાનું અાયોજન કરી રહ્યાં છે. ગઈકાલથી શરૂ થઈ ગયેલી અા સ્પર્ધામાં દેશનો કોઈપણ નાગરિક પ્રધાનમંત્રી કાર્યાલય માટે મોબાઈલ એપ્લિકેશન ડિઝાઈન કરી શકશે.સ્પર્ધાના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રી કાર્યાલયની એપ્લિકેશન મગાવવામાં અાવશે. બીજા તબક્કામાં અા અાઈડિયાઝ પરથી એપનું માળખું તૈયાર કરાશે અને ત્રીજા તબક્કામાં એપ બિલ્ડિંગ અને એનું અાકલન કરવામાં અાવશે.

You might also like