ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના ચમકદાર સ્થાનોમાંનું એક : IMF  

અંકારા: ચીની અર્થવ્યવસ્થામાં મંદી આવવાને કારણે વિશ્વના બજારો પ્રભાવિત થવાની આશંકા વચ્ચે જી20નાં નાણાં મંત્રીઓની બે દિવસની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઇએફએમ)એ કહ્યું કે, ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાની કેટલીક ચમકદાર જગ્યાઓમાંનું એક છે. 

આઇએફએમના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડે જી20 ના નાણાં મંત્રીઓ તેમજ કેન્દ્રીય બેન્કોનાં ગવર્નરની બેઠકમાં ભારત અંગે આ ટિપ્પણી કરી હતી. બેઠકમાં મોનિટરી નીતિ સંબંધી અનિશ્ચિતતાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા અધિકારીઓએ કહ્યું કે, લગાર્ડે બેઠકમાં જણાવ્યું હતું કે વિકસીત અને ઉભરી રહેલી અર્થવ્યવસ્થાઓની વચ્ચે વિકસિત દુનિયામાં મોટા ભાગની જગ્યાઓ પર સમસ્યાઓ છે. ચીનની અર્થવ્યવસ્થામાં પણ ઘણી સમસ્યાઓ છે તે છતાં મુશ્કેલીઓ એટલી મોટી નથી જેટલી સ્ટોક માર્કેટ તેને બનાવી રહ્યાં છે. 

લગાર્ડે કહ્યું હતું કે, ઉભરી રહેલી અર્થવ્યવસ્તાઓ વચ્ચે જો ક્યાંય પ્રગતિ થઈ રહી હોય તો તે ભારતમાં થઈ રહી છે. આ બેઠકમાં દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા, ચીન અને અમેરિકા પણ હાજર હતું. 

You might also like