ભારત વિકાસ રેન્કિંગમાં નીચલા ક્રમેઃ વર્લ્ડ ઈકોનોમી ફોરમ

મુંબઇઃ વર્લ્ડ ઇકોનોમી ફોરમે જણાવ્યું કે દુનિયાના મોટા ભાગના દેશ આવકની અસમાનતા ઘટાડી શક્યા નથી. આ જ પ્રકારની સ્થિતિ ભારતમાં પણ જોવા મળી રહી છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમે વધુમાં કહ્યું કે ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ હજુ પણ ખૂબ જ ઊંચું છે. દુનિયામાં ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગના દૃષ્ટિકોણથી જોઇએ તો ભારત ૧૧મા સ્થાને છે, જ્યારે કારોબાર અને રાજકીય નીતિની અમલવારીની દૃષ્ટિએ ભારતનું સ્થાન દુનિયામાં બારમા ક્રમે છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં જણાવ્યા માણેદુનિયાના તમામ દેશોની અર્થવ્યવસ્થામાં સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સર્વિસના દૃષ્ટિકોણથી અગ્રસ્થાને છે.  ફોરમે ભારતના ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં ૩૮ દેશોમાં નીચલો ક્રમ આપવામાં આવ્યો છે. ફોરમે ભારતીય નીતિ નિર્ધારકોને વધુ આર્થિક સુધારાને પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂક્યો છે. રિપોર્ટમાં ભારતમાં નાણાકીય હસ્તાંતરણના મામલે ભારતનું પર્ફોર્મન્સ નિરાશાજનક ગણાવ્યું હતું.
 
You might also like