ભારત માટે ગૂગલે લોન્ચ કરી નવી સર્ચ અેપ્લિકેશન ગૂગલ હાઉસ

લંડનઃ સર્ચ અેન્જિન જાયન્ટ ગૂગલે પોતાની રીતે કરેલા એક સર્વેમાં બહાર અાવ્યું છે કે અાવતાં બે વર્ષમાં ભારતમાં ૪૯ કરોડ લોકો સ્માર્ટફોનમાંથી જ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશે. ભારતમાં દર મહિને સાઠથી સિત્તેર લાખ નવા મોબાઈલ ઇન્ટરનેટ યુઝર્સ ઉમેરાતા જાય છે. અા ગંજાવર માર્કેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે ગૂગલે પોતાની વિવિધ અેપ્લિકેશન્સને એક જ અેપમાં સમાવી લેતી નવી સર્ચ અેપ્લિકેશન ગૂગલ હાઉસ સ્પેશિયલી ભારતીય માર્કેટમાં લોન્ચ કરી છે. અા અેપ્લિકેશનની મદદથી મેપ્સ, ફોટો, ટ્રાન્સલેટ, યુ ટ્યૂબ જેવી સર્વિસિસને એક જ એપમાંથી વાપરી શકાશે.

You might also like