ભારત પાસે 2 હજાર મિસાઇલો માટે પરમાણુ હથિયાર : પાક.મીડિયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં મીડિયામાં ગુરૂવારે છપાયેલા એક અહેવાલ અનુસાર ભારત પાસે બે હજાર મિસાઇલો બની શકે તેટલા પ્રમાણમાં પરમાણુ હથિયારો છે દેશની નેશ્નલ કમાન્ડ ઓથોરિટી (NCA) દ્વારા બુધવારે કહેવામાં આવ્યું કે ભારત પરમાણુ કાર્યક્રમોનો વિસ્તાર કરી રહ્યું છે અને તેનાં કારણે વિવાદ ઉકેલવાનાં કોઇ ઢાંચાનાં અભાવમાં આ વિસ્તારમાં સામરિક સ્થિરતા પર પણ અસર પડી રહી છે. 

પાકિસ્તાનનાં સમાચાર પત્ર ડોનનાં રિપોર્ટમાં NCAનો હવાલો ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આ પરિસ્થિતીનાં કારણે જ પરાણે સંપુર્ણ રીતે પરમાણુ પ્રતિરોધન ક્ષમતાને જાળવી રહ્યું છે.

પાકિસ્તાનની સૈન્ય પ્રચાર શાખા ISPR દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશનાં પરમાણુ હથિયારો અંગે નીતિ બનાવનાર સૌથી મોટી એજન્સીએ એક મીટિંગમાં પાકિસ્તાનનાં નાભિકીય કાર્યક્રમ અને ક્ષેત્રનાં સુરક્ષાનાં વાતાવરણની પણ તપાસ કરી. 

મીડિયા રિપોર્ટસમાં આંતરરાષ્ટ્રીય અંદાજાઓથી ઉલટ પાકિસ્તાને પોતાનો અલગ રિપોર્ટ આપતા કહ્યું કે ભારતની પાસે પુરતા પ્રમાણમાં પરમાણુ સામગ્રી છે. જેમાં રિએક્ટરથી માંડીને હથિયાર બનાવવા માટે કામમાં આવતા પ્લૂટોનિયમનો સમાવેશ થાય છે.

You might also like