ભારત-પાક. રેન્જરોની ૯મીઅે બેઠક ઘૂસણખોરી સહિત ઘણાં મુદ્દે વાતચીત  

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના રેન્જરોની ૯મીથી શરૂ થનારી પાંચ દિવસની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં હુમલા, ઘૂસણખોરી, દાણચોરી, સંર્ઘષ વિરામ ઉલ્લંઘન તથા કચ્છના રણમાં અનધિકૃત પ્રવેશ જેવા મુદ્દા ચર્ચાવાની શક્યતા છે.

પાકિસ્તાન રેન્જર્સના મહાનિર્દેશક પંજાબ મેજર જનરલ ઉમર ફારુક બુરકીના નેતૃત્વમાં ૧૬ સભ્યોનું પ્રતિનિધિમંડળ ૮મી સપ્ટેમ્બરે અટારી, વાઘા સરહદ પાર કરીને ભારત અાવશે. ત્યારબાદ તેઅો અમૃતસરથી હવાઇ માર્ગે અત્રે પહાચશે. તે સીમા સુરક્ષા દળ સાથે ૯મીથી ૧૩મી સપ્ટેમ્બર સુધી વાટાઘાટો કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં પણ તેટલાં જ સભ્યો હશે અને તેનું નેતૃત્વ સીમા સુરક્ષા દળના વડા દેવેન્દ્રકુમાર પાઠક કરશે.

અધિકારીઅોઅે જણાવ્યું હતું કે, વાટાઘાટો માટે ભારતીય અેજન્ડામાં જમ્મુ-કાશ્મીરમાં સંર્ઘષ વિરામ ઉલ્લંઘનના સાૈથી વધુ મહત્વના મુદ્દા પર ભાર મૂકવામાં અાવશે. સંર્ઘષ વિરામ ભંગને લીધે નાગરિકો તથા સૈનિકોઅે તેમનાં જીવ ગુમાવ્યા છે, તથા અાંતરરાષ્ટ્રીય સરહદ પર રેન્જરો દ્વારા કોઇપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં અાવી રહ્યો છે.

અા બેઠકમાં ભારત અે મુદ્દો પણ ઉઠાવશે કે, જ્યારે બીઅેસઅેફ સફેદ ઝંડો ફરકાવે છે, ત્યારે સામા પક્ષ તરફથી કોઇ પ્રતિક્રિયા અાવતી નથી. સફેદ ઝંડો ફરકાવવાનો ર્અથ છે કે ગોળીબાર બંધ કરવામાં અાવે અને બંને પક્ષોના સ્થાનિક કમાન્ડરોની બેઠક યોજવામાં અાવે.

બીઅેસઅેફ ગુજરાતમાં કચ્છના રણમાં હરામીનાળા ક્ષેત્રમાં ઘૂસણખોરી, સરહદપારથી પ્રતિબંધિત વસ્તુઅોની દાણચોરી, ઝીરો લાઇન ક્ષેત્ર સુધી શંકાસ્પદ લોકોની ગેરકાયદે પ્રવૃત્તિઅો વગેરેનો મુદ્દો રજૂ કરશે. સરહદ પારથી થતી ઘૂસણખોરી તથા સરહદી ચોકીઅો પર ફરજ બજાવતા સૈનિકો પર પાછળથી હુમલો કરવા જેવા મુદ્દા પણ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સમક્ષ ઊઠાવવામાં અાવશે.

પાકિસ્તાને ગયા મહિને અા સ્તરની વાટાઘાટો અને અેજન્ડાને સર્મથન અાપ્યું હતું. પાક. રેન્જર્સે તેના અેજન્ડામાં ભારતીય પક્ષના સૈનિકો દ્વારા કહેવાતી અભદ્ર ભાષાનો ઉપયોગ તથા શંકાસ્પદ માનવરહિત યાન દ્વારા હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન ચાલુ રહેવાના મુદ્દાનો સમાવેશ કર્યો છે.

પાક. રેન્જરોના પ્રતિનિધિમંડળમાં સિંઘના મહાનિર્દેશક જાેડાશે નહીં. પાક. રેન્જર્સે અાક્ષેપ કર્યો હતો કે ભારતીય પક્ષે તેની જરૂરિયાત મુજબ ફલેગ મિટિંગ બોલાવવાની પાકિસ્તાનની માગણી પર પ્રતિક્રિયા અાપી નહોતી. પાંચ દિવસની બેઠકમાં પાકિસ્તાન દ્વારા સંર્ઘષ વિરામના ઉલ્લંઘનનો મુદ્દો ભારત મુખ્યરૂપે ઉઠાવશે

You might also like