ભારત-પાકિસ્તાન એનએસએ બેઠક રદ્દ થતાં અમેરિકા નિરાશ

નવી દિલ્હી : અમેરિકાએ જણાવ્યું છે કે તેઓ ભારત-પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની બેઠક રદ્દ થવાના કારણે નિરાશ છે. વિદેશ વિભાગના પ્રવક્તા જૉન કિર્બી અનુસાર અમેરિકા એ વાતથી નિરાશ છે કે આ અઠવાડિયાના અંતમાં યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની બેઠક હવે થશે નહીં. અમેરિકા બંને દેશો વચ્ચે ઔપચારિક બેઠકને જલ્દી યોજાઇ તેવું ઇચ્છે છે. અમેરિકાના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે રુસના ઉફામાં થયેલી રચનાત્મક વાતચીત એક સકારાત્મક પગલું હતું.  કિર્બીના જણવ્યા અનુસાર ઉફામાં બંને દેશોના વડા પ્રધાન વચ્ચે થયેલી હકારાત્મક વાતચીત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે યોજાનારી વાતચીતની જાહેરાત પછી અમેરિકા આ વાતચીતને લઇને ઘણું ઉત્સાહી હતું.

You might also like