નવી દિલ્હીઃ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ સંઘે ૨૯ સપ્ટેમ્બરે ભારત-દક્ષિણ આફ્રિકા પ્રેક્ટિસ મેચની યજમાની કરવાનો ઇનકાર કરી દેતાં બીસીસીઆઇએ સખત વલણ અપનાવ્યું છે. બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરે ડીડીસીએના અધિકારીઓ સાથે એક બેઠક યોજીને તેમને પૂછ્યું હતું કે ત્રણ ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચ અને આગામી વર્ષે યોજાનાર વિશ્વકપની યજમાની તમને શા માટે આપવી જોઈએ? અનુરાગે ડીડીસીએના અધિકારીઓને સ્પષ્ટ રીતે પૂછ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની પ્રેક્ટિસ મેચ યોજવાનો ઇનકાર કરો છો.
આ મેચને પાલન મેદાનમાં આયોજિત કરવી પડી રહી છે. જો તમે પ્રેક્ટિસ મેચનું આયોજન ના કરી શકો તો પછી આ શ્રેણીની ટેસ્ટ મેચ અને આગામી વર્ષે યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપની મેચનું આયોજન કેવી રીતે કરી શકશો? સૂત્રોએ જણાવ્યું કે નિયમો અનુસાર DDCA પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.