ભારત તસ્લીમા નસરીનની રેસિડેન્ટ પરમિટ વધારે તેવી સંભાવના

નવી દિલ્હીછ નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની ભારતમાં રહેવાની મંજૂરી ગત સાેમવારે પૂરી થઈ ગઈ છે. ત્યારે ભારત સરકાર તેમના પ્રવાસની મુદતમાં વધારાે કરે તેવી સંભાવના છે. આ અંગે ગૃહ મંત્રાલયના અેક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે લેખિકાના પ્રવાસની મુદતમાં વધારાેકરવાની અરજી અંગે હાલ વિચારણા ચાલી રહી છે. જાે આ મુદતમાં વધારાે કરાશે તાે તેને મુદત પૂરી થયાની તારીખથી આગળ ગણવામાં આવશે. જાેકે આ અંગે હજુ કાેઈ નિર્ણય લેવાયાે નથી. આ અંગે અેવું જણાવાઈ રહ્યું છે કે ગૃહ મંત્રાલય આ બાબતે કેટલીક સુરક્ષા અેજન્સીઆેની મંજૂરીની રાહ જાેઈ રહ્યું છે. 

તસલીમા કટ્ટરપંથી જૂથની ધમકીથી ૧૯૯૪માં બાેગ્લાદેશમાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી. ત્યારબાદથી તે નિર્વાસિત જીવન ગુજારી રહી છે. કટ્ટરપંથીઆેઅે ઈસ્લામ વિરુદ્ધ કથિત નિંદાથી તેમને ધમકી મળી હતી. તેમને ભારત સરકારે ૨૦૧૪માં અેક વર્ષના વિઝા આપ્યા હતા. અને ત્યારબાદથી તેમને ભારતમાં રહેવાની મંજૂરી આપી હતી. તસલીમા સ્વિડનનાં નાગરિક છે. તથા ૨૦૦૪માં તેમને નિરંતર આધાર પર વિઝા આપવામાં આવી રહ્યા છે. હાલમાં તેઅાે દિલ્હી રહે છે. આ અંગે તસ્લીમાઅે જણાવ્યું કે છેલ્લાં ૧૧ વર્ષમાં આવું કયારેય થયું નથી. 

મારા રેસિડેન્ટ અંગેની પરમિટની મુદત પૂરી થયા પહેલાંજ તેમાં વધારાે કરી દેવામાં આવતાે હતાે. આ વખતે મેં થાેડા મહિના પહેલા જ મુદતમાં વધારાે કરવા અરજી કરી હતી. તેમણે જણાવ્યું કે હું જયારે વિદેશી ક્ષેત્રિય કાર્યાલયમાં ગઈ હતી ત્યારે મેં મારા પ્રવાસ પરમિટ અંગે જાણકારી માગી તાે મને જણાવવામાં આવ્યું કે આ અંગે હજુ કંઈ થયું નથી. તેથી મને ચિંતા થાય છે કે હું હવે ભારતમાં રહી શકીશ. કારણ બાંગ્લાદેશ બાદ ભારતને હું મારું બીજું ઘર માનું છું. તસ્લીમા હવે ગૃહ પ્રધાન રાજનાથસિંહને મળવાનાે સમય માગવા તૈયારી કરી રહયા છે. રાજનાથ સિંહે તેમને ભારતમાં રહેવા માટે વધુ સમયવાળા વિઝા આપવા ખાતરી આપી હતી.

You might also like