ભારત-ચીનના સૈનિકોની વચ્ચે કોઈપણ વિખવાદ નથી : ચીન

બેજિંગ : ભારત અને ચીની સૈનિકો વચ્ચે સરહદ ઉપર કોઈપણ પ્રકારની મડાગાંઠ અને તંગદીલી હોવાના અહેવાલને ચીને આજે રદીયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારના અહેવાલ બન્ને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ચીને કહ્યું છે કે, સરહદી વિસ્તારમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે કોઈ મડાગાંઠ નથી. હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે, ભારતીય સૈનિકોએ એક ચીની નિર્માણ કરાયેલા ટાવરને ફૂંકી માર્યું હતું.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, જ્યાં સુધી અમારી પાસે માહિતી છે ત્યાં સુધી ભારત અને ચીનની સરહદ ઉપર કોઈપણ ગુંચવણ નથી. ચીન શાંતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. ભારત પણ આ મામલા સાથે સંબંધિત સ્પષ્ટતા કરી શકે છે. પ્રથમ વખત આવા અહેવાલ આવ્યા નથી કે, સરહદી વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચે ખેંચતાણ થઈ છે. આ અહેવાલ બિલકુલ અયોગ્ય, નકારાત્મક અને ગેરમાર્ગે દોરનાર છે.

સંબંધોને નુકસાન પણ પહોંચાડી શકે છે. લશ્કર સહિત લોકોના ચોક્કસ જુથ દ્વારા ચીન પ્રત્યે દુશ્મનાવટ ભર્યુ વર્તન રાખવામાં આવ્યું છે. ભારત સરકાર અને સ્થાનિક લોકો સંબંધોને ખૂબ મહત્વ આપે છે. ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં યુદ્ધ થયું હતું. તેમણે કહ્યું હતં કે, મીડિયા અહેવાલોને સ્વિકારી શકાય તેમ નથી. ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ક્યારેય ઘુસણખોરી કરી નથી.  સર્વસંમતિથી બન્ને દેશો આગળ વધવા ઈચ્છુક છે.

ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર કેટલીક વખત તંગદીલી થઈ છે પરંતુ બન્ને દેશો સાવધાનીપૂર્વક આગળ વધવામાં સફળ રહ્યા છે. બન્ને દેશોએ સરહદી શાંતિ જાળવી રાખવાને પ્રાથમિક્તા આપી છે. ચીને ઈન્ફાસ્ટ્રક્ચર વિકાસમાં ધ્યાન આપ્યું છે. સરહદી વિસ્તારમાં ચીની ગતિવિધિ વધી હોવાના અહેવાલ પણ સામે આવતા રહ્યા છે. પરંતુ આ દિશામાં ભારતે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. આવનાર દિવસોમાં બન્ને દેશો વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવા વધુ કેટલીક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી શકે છે.

You might also like