ભારત કરતાં ચીનનો વિકાસદર નીચોઃ એશિયન ડેવલપમેન્ટ બેન્ક

મુંબઇઃ એશિયન ડેવલપમેન્ટ બેન્કે એશિયાના વિકાસદરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. બેન્કના રિપોર્ટ પ્રમાણે ચીન અને ભારતના અનુમાનથી નીચા વિકાસદરના કારણે તેની અસર એશિયા ઉપર જોવાશે, જોકે એશિયન ડેવલપમેન્ટ બેન્કના જણાવ્યા અનુસાર ભારતનો વિકાસદર ચીનની સરખામણીએ ઊંચો રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેન્કના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૫માં એશિયાનો વિકાસદર ૫.૮ ટકા રહી શકે છે. બેન્કે આ અગાઉ ૬.૩ ટકા વિકાસદરનું અનુમાન વ્યક્ત કર્યું હતું. બેન્કે વર્ષ ૨૦૧૬ના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. વર્ષ ૨૦૧૬માં એશિયાનો વિકાસદર છ ટકા રહી શકે છે. આ અગાઉ ૬.૩ ટકા રહેવાનું અનુમાન બેન્કે વ્યક્ત કર્યું હતું. બેન્કના રિપોર્ટ પ્રમાણે ભારતનો વિકાસદર સાત ટકા રહી શકે છે, જ્યારે ચીનનો વિકાસદર ૬.૮ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું, જ્યારે વર્ષ ૨૦૧૬માં ભારતનો વિકાસદર ૭.૮ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું, જ્યારે બેન્કે આ અગાઉ વિકાસદર ૮.૨ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
You might also like