ભારત આવશે પાકિસ્તાની NSA સરતાજ અઝીઝ

નવી દિલ્હી : પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે કહ્યું છે કે તેઓ 23 ઓગષ્ટનાં રોજ ભારત આવશે. તેમણે કહ્યું કે તેઓ પોતાનાં ભારતીય સમકક્ષ અજીત ડોભાલની સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે. અજીજે પત્રકારોને કહ્યું કે, હા હું 23 ઓગષ્ટનાં રોજ મંત્રણા માટે આપણા પાડોશી દેશ પાકિસ્તાનને બંન્ને દેશોનાં સુરક્ષા સલાહકારોની 23 અને 24 ઓગષ્ટની બેઠક માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. 

અજીજે કહ્યું કે આ અંગે સલાહ મંત્રણા બાદ નિર્ણય લેવામાં આવ્યો. અધિકારીઓનું કહેવું છે કે બેઠકમાં ભાગ લેવાનો અંતિમ નિર્ણય પાકિસ્તાન વડાપ્રધાન શરીફની સંમતી બાદ લેવામાં આવ્યો હતો. શરીફ ત્રણ દિવસનાં બેલારૂસની મુલાકાત પરથી બુધવારે રાત્રે જ પરત ફર્યા હતા. 

આ બેઠક અંગે બંન્ને દેશોનાં વડાપ્રધાને રશિયાનાં ઉફામાં SCO શિખર સંમ્મેલન દરમિયાન થયેલી મુલાકાત બાદ નિર્ણ લીધો હતો. ગત્ત અઠવાડીયે અજીજે કહ્યું હતું કે પાકિસ્તાન આ મંત્રણા અંગેની તૈયારી કરી રહ્યું છે. એક પાકિસ્તાની વિદેશી અધિકારીનું કહેવું હતું કે તેમને ભારતનાં આતંકવાદના એજન્ડા અંગે ખ્યાલ છે અને તેનાં માટે તૈયારી કરવામાં આવી રહી છે. આ બેઠખ પર ભારતનાં પંજાબમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ શંકાના વાદળો ઘેરાયા હતા.

You might also like