ભારત, અફધાનિસ્તાન અને પાકિસ્તાન ભૂકંપની ધણધણ્યા

નવી દિલ્હી/ઇસ્લામાબાદ : ભારત, પાકિસ્તાન, અફધાનિસ્તાન અને તજાકિસ્તાનમાં સોમવારે ભુકંપનાં જોરદાર ઝટકાઓ અનુભવાયા હતા. 6ની આસપાસની તિવ્રતનાનાં આ ભૂકંપનુ કેન્દ્ર પાકિસ્તાનની હિંદુકુશની પહાડીઓમાં હતું. ભૂકંપે જો કે સૌથી વધારે પાકિસ્તાનને ધણધણાવ્યું હતું, જો કે અત્યાર સુધી જાનમાલનાં નુકસાનનાં હજી સુધી કોઇ જ અહેવાલો પ્રાપ્ત થઇ નથી રહ્યા.

ભારતમાં દિલ્હી સહીત સંપુર્ણ એનસીઆર, જમ્મૂ કાશ્મીર અને પંજાબમાં આ ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપનાં ભયનાં કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે બપોરે 3.42 વાગ્યે પંજાબ, જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત સંપુર્ણ ઉત્તર ભારતના લોકોએ ફરી એકવાર ભૂકંપનો ખોફ અનુભવ્યો. લોકો ગભરાઇને પોત પોતાનાં ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 6.2ની હતી. ભૂકંપનુ કેન્દ્ર અફધાનિસ્તા – પાકિસ્તાનની બોર્ડર પર હિંદુકુશ પહાડીઓથી 211 કિલોમીટર ઉંડે હતું.

જો કે ભૂકંપની સૌથી વધારે અસર પાકિસ્તાનમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર હિદુકુશ પહાડીઓમાં હોવાનાં કારણે પાકિસ્તાન પર સૌથી વધારે અસર થઇ હતી. પાકિસ્તાનનાં ઘણા બધા વિસ્તારોમાં ભૂકંપનાં ઝટકાઓ અનુભવાયા હતા. પાકિસ્તાનનાં હવામાન વિભાગે ભુકંપનું કેન્દ્ર અફધાનિસ્તાન – તજાકિસ્તાન બોર્ડરની નજીક 200 મીટર ઉંડે જણાવ્યું હતું. 

ભૂકંપનાં ઝટકાઓ બાદ ઇસ્લામાબાદ, ફૈસલાબાદ, પેશાવરમાં લગભગ 30 મિનિટ સુધી ભુકંપન અનુભવાયો હતો.  પાકિસ્તાનનાં સમાચાર પત્ર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનનાં અનુસાર ભુકંપનાં ઝટકા ગિલગિટ- બલિસ્તાન વિસ્તારમાં અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. 

You might also like