ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કોઇ ક્રિકેટ સીરીઝ સંભવ નહી : સરતાજ

કરાંચી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે આગામી ક્રિકેટ સીરીજ ડિસેમ્બર મહિનામાં પ્રસ્તાવીત છે. જો કેપાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે તેમને નથી લાગતું કે નજીકનાં ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ પ્રકારની ક્રિકેટ સીરીઝ સંભવ હોય.

ઇસ્લામાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન અજીજે કહ્યું કે પરમાણુ શક્તિ સંપન્ન બંન્ને રાષ્ટ્રો વચ્ચે હાલ કોઇ પણ પ્રકારનાં ક્રિકેટ સંબંધોની શક્યતા નહીવત્ત છે. અજીજે કહ્યું કે હાલની પરિસ્થિતી જોતા તેમને નથી લાગતું કે બંન્ને દેશો વચ્ચે ક્રિકેટ મેચ થઇ શકે.

બંન્ને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધ ત્યારે જ વિકસી શકે છે જ્યારે બંન્ને દેશો વચ્ચે પરિસ્થિતી અનુકુળ હોય. જો કે પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી આ અંગે પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેવા પ્રયાસો પણ કરી રહ્યું છે કે ડિસેમ્બરની સીરીઝ નક્કી સમયાનુસાર યોજાઇ શકે. આ મુદ્દે પીસીબી સવિસ્તાર જાણકારી આપી શકે છે. પરંતુ મને આશા નથી કે બંન્ને દેશો વચ્ચે ટુંક સમયમાં કોઇ પણ સીરીઝ થાય.

You might also like