ભારત અને જર્મની મજબુત પાર્ટનર થઇ શકે છે : વડાપ્રધાન

નવી દિલ્હી : ભારતની મુલાકાત પર આવેલ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેન સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત યોજી હતી. મોદીએ બંન્ને દેશનાં પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત યોજી હતી. ત્યાર બાદ જર્મની અને ભારત દ્વારા એક સંયુક્ત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બેઠખમાં ભારત અને જર્મની વચ્ચે ઘણા મહત્વપુર્ણ મુદ્દાઓ પર એમઓયું કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સૌથી પહેલા તો હું ભારતનાં લોકો તરફથી જર્મનીનાં એકીકરણની 25મી વર્ષગાંઠ નિમિતે અભિનંદન આપું છું. તેમણે આગળ કહ્યું કે ચાન્સેલર મર્કેલ, તમારૂ નેતૃત્વ યૂરોપ અને દુનિયાને ચાલી રહેલા ખરાબ સમય માટે સાંત્વનાં પ્રદાન કરનારું છે. પડકારો અને સંભાવનાઓથી ભરેલા આ વિશ્વમાં ભાર અને જર્મની મજબુત ભાગીદાર થઇ શકે છે. 

વડાપ્રધાને કહ્યું કે હું ખાસ કરીને ચાન્સેલરનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે અફધાનિસ્તાનમાં શાંતિ અને વિકાસનું સમર્થન કર્યું. સાથે જ જમ્મુ કાશ્મીરનાં મંદિરમાં રહેલી માં દુર્ગાની પ્રાચીન મુર્તિ પરત કરવા માટે પણ તેમનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે જણાવ્યું કે જર્મન એન્જિનિયરિંગ અને ભારતની આઇટી સ્કીલ મળીને એક નવી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપનાં કરી શકીએ છીએ. જર્મનીની તાકાત અને ભારતની પ્રાથમિકતાઓ એક સાથે છે અને અમારી ગુડવિલ પણ. હું સાફ એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ મુદ્દે જર્મન નેતૃત્વનાં વખાણ કરૂ છુ. 

You might also like