ભારત અને અમેરિકાનાં સુરક્ષા સંબંધો ખતરા રૂપ : પાકિસ્તાન

ઇસ્લામાબાદ : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાઇ સભ્યપદ માટે ભારત ખાસ કરીને અમેરિકાની નજરમાં એશિયાનો એકમાત્ર વિકલ્પ છે. આ વાત એક પાકિસ્તાની સમાચાર પત્રે શુક્રવારે કહ્યું છે. જો કે સમાચાર પત્રે તેમ પણ કહ્યું છે કે જો એવું થયું હોય તો તે પાકિસ્તાનનાં માટે બદનસીબ જ હશે. પાકિસ્તાની સમાચાર પત્ર નેશને ભારત અને અમેરિકાનાં સંબંધોને એક તાકાતવાન જોડી જણવતા પોતાના સંપાદકીયમાં એક ડેન્જરસ ગઠબંધન જણાવ્યું હતું. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સ્થાયી સભ્યપદ માટે અમેરિકાએ ભારતને પોતાનાં સમર્થનને ફરીએકવાર ટેકો આપ્યો છે. જો કે સુરક્ષા પરિષદમાં સુધારનાં મુદ્દે બંન્ને દેશોમાં મતભેદ પણ છે. પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સુરક્ષા પરિષદનાં સ્થાયી સભ્યોનાં જામીનમાં ભારતનો સમાવેશ થાય તેવું જોવા ઇચ્છે છે. 

You might also like