ભારતીય રક્ષા અનુસંધાન અને બાબા રામદેવ વચ્ચે કરાર

લેહઃ ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઆે) અે યાેગગુરુ બાબા રામદેવના પતંજલિ આયુર્વેદ લિમિટેડ સાથે ખાદ્યચીજાેના નિર્માણ અને વેચાણ માટે કરાર કર્યા છે. આ ખાદ્ય ઉત્પાદનાે અને હર્બલ સપ્લ‌િમેન્ટ્સને ડીઆરડીઆેની લેબાેરેટરીઅે વિકસિત કરી છે. ડીઆરડીઆેઅે બાબા રામદેવની કંપની સાથે પરવાના અંગે સમજૂતી કરી છે. જે મુજબ ડીઆરડીઆે સાથે જાેડાયેલી પ્રયાેગશાળા ડિફેન્સ આેફ હાઈ અેલ્ટિટયૂડ રિસર્ચ દ્વારા તૈયાર થનારા સીબકથાેર્ન (અેક પ્રકારનું ફળ) પર આધારિત ઉત્પાદનાેની ટેકનિકને વિસ્તારવામાં આવશે. આ અંગે અેક સતાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેકનિકનાે ઉપયાેગ ડીઆરડીઆેના ફિક્કી અેટેક કાર્યકમ હેઠળ થયાે છે, જેનાે ભારત અને વિદેશમાં વાણિ‌જ્ય‌િક ઉપયાેગ થાય છે. જેનાે મુખ્ય હેતુ ટેકનિકનાે વધુ ને વધુ લાભ સમાજમાં લઈ શકાય તે માટેનાે છે.  આ અંગે સંરક્ષણ પ્રધાન મનાેહર પારિકરે જણાવ્યું કે સીબકથાેર્ન અેક અનાેખું ઉત્પાદન છે. આ સિવાય સીબકથાેર્ન સાથે કેટલીક અન્ય બાબતાેને પણ પતંજલિ આયુર્વેદ અપનાવી શકે છે. પાર‌િકર ઈચ્છે છે કે પતંજલિ આયુર્વેદનાં અન્ય સ્વાસ્થ્ય ઉત્પાદન લઈને આગળ આવે. ડીઆરડીઆેની અેક મુખ્ય લેબાેરેટરી લેહમાં છે. તેનું મુખ્ય કાર્ય ઠંડા વિસ્તારમાં કૃષિ અને પશુ આધારિત ઉત્પાદનાેની ટેકનિક વિકસાવવાનું છે, જેથી આવા વિસ્તારમાં તાજું ભાેજન મળી શકે. 
You might also like