ભારતીય મૂળના વિદ્યાર્થીએ બનાવ્યાં વોટરપ્રૂફ મોજાં

અમેરિકામાં રહેતા ૨૩ વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થી જશપ્રીતસિંહે વોટરપ્રૂફ મોજાં તૈયાર કર્યાં છે. અમેરિકાની વેઈન યુનિવર્સિટીમાં ભણતા જશપ્રીતસિંહના આ મોજાં હાઈડ્રોફોબિક એથ્લેટિક પ્રકારનાં છે. એને તેણે ૫ વોટર સોક્સ એવું નામ આપ્યું છે. દેખાવમાં એ કોઈ સામાન્ય મોજાં જેવાં જ લાગે છે, પરંતુ જેવાં એ પાણી કે અન્ય કોઈ પ્રવાહીના સંપર્કમાં આવે છે કે તરત જ એમાં રહેલાં વોટર રેઝિસ્ટન્ટ પાર્ટિકલ્સ સક્રિય થઈ જાય અને પાણીને મોતીના દાણા જેવા બનાવીને બહાર ધકેલી દે છે. માર્કેટમાં ઉપલબ્ધ અન્ય વોટર પ્રૂફ મોજાંથી તદ્દન વિરુદ્ધ આ મોજાં અત્યંત સોફટ છે અને એમાંથી હવાની અવરજવર પણ આસાનીથી થઈ શકે છે. ક્રાઉડફન્ડિંગ વેબસાઈટ કિકસ્ટાર્ટર પર આ મોજાંના વ્યાપારી ઉત્પાદન માટે માત્ર બે જ દિવસમાં જોઈતી રકમ એકઠી થઈ ગઈ છે. આ મોજાંનું નામ ૫ વોટર સોક્સ જશપ્રીતે પોતાના પંજાબ રાજ્ય પરથી આપ્યું છે, જે પાંચ નદીઓનો પ્રદેશ છે.

You might also like