ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરે પ્લેનમાં બાળકનો જીવ બચાવ્યો

ન્યૂયોર્કઃ ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટરે વિમાનમાં અસ્થમાનો એટેક અાવતાં એક કપ અને એક બોટલની મદદથી બનાવેલા ઇન્હેલરની મદદથી બે વર્ષના બાળકનો જીવ બચાવ્યો. ન્યૂયોર્કના રોસવેલ પાર્ક કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રોબેટિક સર્જરી વિભાગના નિર્દેશક ડો. ખુરશીદ ગુરુ સ્પેનથી અમેરિકા જઈ રહ્યા હતા. તે સમયે તેમણે બાળકની હાલત અંગે બતાવવામાં અાવ્યું.

એક નાનકડો છોકરો રડી રહ્યો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેના માતા-પિતાઅે ભૂલથી બાળકની અસ્થમાની દવા પોતાના સામાનમાં બંધ કરી દીધી હતી. ગુરુઅે કહ્યું કે બાળકને તાવ અાવી ગયો હતો. અમે ત્રણ ચાર કલાકથી વિમાનમાં હતાં. બાળકને કાનમાં પણ સમસ્યા થઈ હતી અને તે રડી રહ્યો હતો. તેની હાલત વધુને વધુ કથળતી જતી હતી.

બાળકનું અોક્સિજનનું સ્તર ખતરનાક રીતે ખૂબ જ નીચે જઈ રહ્યું હતું. તેને અોક્સિજનની સાથે અસ્થમાની દવાની પણ જરૂર હતી. િવમાનમાં વયસ્કો માટે ઉપયોગમાં લેવાતું એક ઇન્હેલર હતું પરંતુ તે વધુ કામનું ન હતું. ગુરુઅે પાણીની એક બોટલ કટ કરી અને એક બાજુ અોક્સિજન નાંખ્યું. બોટલમાં એક નાનકડા કાનાના માધ્યમથી વયસ્કોવાળુ ઇન્હેલર બનાવાયું. અા રીતે તે નેબ્યુલાઈઝર બની ગયું. 

તેની મદદથી બાળકને અોક્સિજન અને અસ્થમાની દવા બંને અપાયા. ગુરુ મૂળ ભારતના જમ્મુ કાશ્મીરના છે. અા અસાધારણ ઇલાજ બાદ અડધા કલાકમાં બાળકના શરીરમાં અોક્સિજનનું સ્તર સામાન્ય થઈ ગયું અને તે થોડીવારમાં તે રમવા લાગ્યો. 

You might also like