ભારતીય ટીનેજર્સ ટ્વિટર કરતા ગૂગલ પ્લસ વધુ વાપરે છે : સર્વે

નવી દિલ્હી : હાલમાં યુવાનો દ્વારા સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં ફેસબુક સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શહેરોમાં 14 શહેરોમાં કરવામાં આવેલા સર્વેનાં અુસાર ગૂગલ પ્લસ પછી ટ્વીટર આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે. આ સર્વે ભારતનાં 14 શહેરોનાં 12500 વિદ્યાર્થીઓની વચ્ચે, જે 8માં ઘોરણથી લઇને 12માં ઘોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે કરવામાં આવ્યો છે.

લગભગ 90 ટકા વિદ્યાર્થીઓનાં પોલે કહ્યું કેતેઓ ફેસબુક ઉપયોગ કરે છે અને 65 ટકા કહ્યું કે તેઓ ગૂગલ પ્લસ પ્રયોગ કરે છે. જ્યારે ટ્વિટરને 44.1 ટકાની સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌથી મહત્વની બાબત છે કે આ પોલનાં 45.5 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું તેઓ સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો પ્રયોગ પોતાની સ્કૂલ એસાઇન્મેન્ટ પુરી કરવા માટે કરે છે.

આ સર્વે દેશની સૌથી મોટી સોફ્ટવેર એક્સપોર્ટર કંપની ટીસીએસ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ પોલમાં ઓનલાઇન રિસોર્સિસનાં રૂપમાં વિકીપીડિયા 63.1 ટકાની સાથે ટોપ પર રહ્યું હતું. ઇન્ટરવ્યુંમાં બાળકોને કહ્યું કે તેઓ એક દિવસમાં એક કલાક ઓનલાઇન પસાર કરે છે. તેમાંથી ત્રણ-ચાર બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને તેમાંથી અડધા બાળકો ઘરનાં પીસી કે ડેસ્કટોપને ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ઉપયોગ કરે છે. 

You might also like