ભારતમાં વાઈબરના યુઝર્સની સંખ્યા ૪ કરોડ 

ચેટિંગ તથા ફ્રી-કોલિંગની સુવિધા અાપતી પોપ્યુલર મોબાઈલ એપ્લિકેશન વાઈબરના ભારતમાં યુઝર્સની સંખ્યા ચાર કરોડને ક્રોસ કરી ગઈ છે. જોકે કંપનીના કહેવા પ્રમાણે અા અાંકડો અેના રજિસ્ટર્ડ યુઝર્સનો છે. રોજિંદા ધોરણે એનો ઉપયોગ કરતા યુઝર્સની સંખ્યા અાનાથી ઓછી હોઈ શકે છે. ડિસેમ્બર-૨૦૧૩માં વાઈબર ભારતમાં અાવ્યું ત્યારે એના તેર લાખ યુઝર્સ હતા. સમગ્ર વિશ્વની વાત કરીએ તો ૧૯૩ દેશમાં એના કુલ ૫૧.૬ કરોડ યુઝર્સ છે. 

You might also like