ભારતનો વળતો ઘાઃ કાશ્મીરમાં હુર્રિયતના તમામ નેતા નજરકેદ

શ્રીનગરઃ દિલ્હીમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝ સાથે ભારતના  તેમના સમકક્ષ અજિત ડોવલની વાટાઘાટ બેઠક પૂર્વે જમ્મુ અને કાશ્મીરના તમામ અલગતાવાદી અને હુર્રિયત નેતાને તેમનાં નિવાસોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની હાઈ કમિશને ૨૩ ઓગસ્ટના રોજ હુર્રિયત નેતાઓને વાટાઘાટ માટે દિલ્હી બોલાવ્યા હતા.

વાસ્તવમાં પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાટાઘાટને આડા પાટે ચડાવવા માટે એક વાર ફરીથી વાટાઘાટ પહેલાં અલગતાવાદીઓને વાતચીત માટે આમંત્રણ મોકલ્યાં હતાં. પાકિસ્તાનના હાઈ કમિશનના આ આમંત્રણને હુર્રિયત નેતાઓને સ્વીકાર્યાં છે.

પાક.ના આ પ્રસ્તાવ બાદ અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુકે શ્રીનગરમાં એક તાકીદની બેઠક બોલાવી હતી. એ જ રીતે એપીએચ ચેરમેન ફારુકે હુર્રિયત કોન્ફરન્સની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનના હાઈ કમિશનનાં આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને તેમના પાકિસ્તાની સમકક્ષ સરતાજ અઝીઝ વચ્ચે દિલ્હીમાં ૨૩ ઓગસ્ટે સત્તાવાર બેઠક યોજાનાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરના ટોચના અલગતાવાદી નેતાઓને એ જ દિવસે સરતાજ અઝીઝ સાથે મુલાકાતનું આમંત્રણ મોકલ્યું હતું. મીરવાઈઝ ઉમર ફારુક પાસે હાઈ કમિશનનું લેખિતમાં આમંત્રણ છે. આ ઉપરાંત સૈયદ અલી શાહ ગિલાની અને યાસિન મલિકને પણ સત્તાવાર આમંત્રણ મળ્યાં છે.

You might also like