ભારતનો કારોબાર માહોલ નરમઃ સર્વે

728_90
મુંબઇઃ એશિયાઇ દેશોમાં કારોબાર માહોલ કેલેન્ડર વર્ષ ૨૦૧૫ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં નરમ જોવાયો છે, જે પાછલાં ચાર વર્ષની નીચી સપાટી પર આવી ગયો છે. આર્થિક સુધારા નહીં થવાના કારણે ભારતમાં પણ બિઝનેસ સેન્ટિમેન્ટ ખરડાયું છે. ચીનમાં બગડતી જઇ રહેલી આર્થિક સ્થિતિએ સિંગાપોરના આર્થિક વિકાસને પણ નકારાત્મક અસર થઇ છે, જોકે ફિલિપાઇન્સનું બિઝનેસ સેન્ટિમેન્ટ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટમાં જણાવ્યું છે કે ચીનની ખરાબ આર્થિક સ્થિતિ તથા સુધારાની નીતિને લાગુ કરવામાં સરકારે પાછી પાની કરતાં ભારતમાં પણ કારોબાર નબળો પડી રહ્યો છે.રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે પાછલા વર્ષે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે કારોબાર માહોલમાં સુધારો થયો હતો, પરંતુ સરકારે આર્થિક સુધારામાં ગતિ ન લાવતાં કારોબારી માહોલ બગડ્યો છે. સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે ચીનમાં જોવા મળેલા ‘સ્લો-ડાઉન’નો ખતરો ભારત માટે પણ ચિંતાજનક છે.
You might also like
728_90