ભારતને કોહ‌િનૂર હીરો જલદી પરત કરવામાં આવેઃ કીથ વાજ

લંડનઃ ભારતીય મૂળના બ્રિટીશ સાંસદ કીથ વાજે જણાવ્યું છે કે આગામી નવેમ્બરમાં વડા પ્રધાન માેદીના સંભવિત બ્રિટનના પ્રવાસ દરમિયાન ભારતને વિશ્વપ્રસિદ્ધ કાેહ‌િનૂર હીરાે પરત આપવામાંં આવશે. કાેંગ્રેસના સાંસદ શશિ થરૂરે આેકસફર્ડ યુનિયનમાં આપેલા વક્તવ્યના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પર બ્રિટને ૨૦૦ વર્ષ સુધી જે શાસન કર્યું હતું, તેનું બ્રિટને વળતર  આપવું જાેઈઅે તેવી માગણી તેમણે કરી હતી. વાજે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે હું ડાે. થરૂરના નિવેદન અને વડા પ્રધાન માેદી દ્વારા તેમના સંદેશને સમર્થન આપવા અંગે સ્વાગત કરું છું.

હું તેમના દ્રષ્ટ‌િકોણ સાથે સંમત છું અને આ અેક અેવી આપત્તિ છે કે જેનું સમાધાન થવું જાેઈઅે. અેશિયાઈ મૂળના સાૈથી લાંબા સમય સુધી બ્રિટીશ સાંસદ તરીકે રહેનારા વાજે જણાવ્યું કે નાણાકીય વળતર આપવું અે અેક જટિલ અને સમય માગી લે તેવી અને સંભવિતરીતે નિરર્થક પ્રક્રિયા છે, પરંતુ કાેહ‌િનૂર હીરા જેવી અમૂલ્ય ચીજને પરત નહિ આપવા કાેઈ બહાનું હાેઈ ન શકે.

મેં ઘણાં વર્ષ સુધી આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. આગામી નવેમ્બરમાં માેદીનાે સંભવિત બ્રિટનનાે પ્રવાસ છે ત્યારે બ્રિટીશ વડા પ્રધાન ડેવિડ કેમરુન દ્વિપક્ષીય સંબંંધાે વધુ મજબૂત બનાવવા પ્રયાસાે કરી રહ્યા છે. વાજે વધુમાં જણાવ્યું કે અે પળ કેવી શાનદાર હશે કે જ્યારે વડા પ્રધાન માેદી તેમની બ્રિટનની યાત્રા પૂરી કરશે અને તે કાેહ‌િનૂર હીરાને પરત કરાયા બાદ તેઆે ભારત પરત ફરશે. મધ્યકાળમાં આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં કાેલ્લુરની ખાણમાંથી કાેહ‌િનૂર હિરાે કાઢવામાં આવ્યાે હતાે.

અેક સમયે આ હીરાને વિશ્વનાે સાૈથી માેટાે હીરાે માનવામાં આવતાે હતાે. મૂળભૂત રીતે તેના પર કાકતીય રાજવંશનાે માલિકી હક રહેલાે છે અને તેને અેક મંદિરમાં દેવીની આંખ તરીકે સ્થાપિત કરવામાં આવ્યાે છે. ત્યારબાદ તે અનેક આક્રમણકારાેના હાથમાંથી પસાર થયાે અને છેવટે બ્રિટીશ શાસનમાં પહાેંચી જતાં હવે આ હીરાે મહારાણી અેલિઝાબેથ બીજાના તાજનાે હિસ્સાે છે અને અત્યાર સુધી બ્રિટન આ હીરાને તેના મૂળ દેશને પરત આપવા ઈનકાર કરી રહ્યું છે. વાજે વધુમાં જણાવ્યું કે તેઆે ભારતને આ કાેહ‌િનૂર હીરાે પરત અપાવવા ઘણા સમયથી ખાસ અભિયાન ચલાવી રહ્યા છે.

 

 

 

 

 

You might also like