ભારતનું અર્થતંત્ર બે ટ્રિલિયન ડોલરનું થઈ ગયું છે : વર્લ્ડ બેંક

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્કના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત હવે બે ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવનાર દેશ બની ગયો છે. ભારતનો જીડીપીનો આંકડો વર્ષ ૨૦૧૪માં ૨ ટ્રિલિયન ડોલરથી ઉપર પહોંચી ગયો છે અને હાલમાં ભારતનું અર્થતંત્ર ૨.૦૬૭ ટ્રિલિયન ડોલરનું છે.

માત્ર સાત વર્ષના ગાળામાં ભારતે તેના અર્થતંત્રમાં એક ટ્રિલિયનનો ઉમેરો કર્યો છે. આવકની દ્રષ્ટિએ ભારત લોઅર મિડલ ઇન્કમ કેટેગરીમાં આવે છે. ભારતની ગ્રોસ નેશનલ ઇન્કમ પ્રતિવ્યકિત ૧૬૧૦ ડોલરની આસપાસ છે જેને એકસચેંજ રેટમાં ગણવામાં આવે તો રૂ.૧૦૧૪૩૦ની આસપાસ છે.

You might also like