ભારતની શરતો પર વાતચીત ક્યારેય શક્ય નહી : પાકિસ્તાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાને કહ્યું કે જ્યાં સુધી ભારત તમામ દ્વિપક્ષી મુદ્દાઓ પર વાત કરવા માટે તૈયાર નથી થઇ જતું ત્યાં સુધી તેની સાથે કોઇ મંત્રણા નહી થાય. પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે સોમવારે એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે બંન્ને દેશો વચ્ચે એનએસએ સ્તરની વાતચીત ભારતનાં વલણનાં કારણે થઇ શકી નહી.

ભારત દ્વારા બેઠક અગાઉ જ આકરી શરતો મુકવામાં આવી હતી. જો કે ડીજી રેંજર્સ અને ડીજી બીએસએફની વચ્ચે આગામી અઠવાડીયે વાતચીત થાય તેવી શક્યતાઓ છે. તેમનું વક્તવ્ય બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલ કોલ્ડવોર વચ્ચે આવ્યું છે. 

ગત્ત અઠવાડીયે પાકિસ્તાને બંન્ને દેશો વચ્ચેની એનએસએ સ્તરની મંત્રણા છેલ્લી ઘડીએ ટાળી દીધી હતી. વાતચીત રદ્દ થવાની પાછળ પાકિસ્તાને ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું હતુ અને જણાવ્યું હતું કે એનએસએ સ્તરની વાતચીત ઉફામાં થયેલ સમજુતીનાં આધાર પર થાય જ્યારે પાકિસ્તાન કાશ્મીરી અલગતાવાદીઓ સાથે વાતચીત કરવા ઇચ્છતું હતું. જેનાં કારણે સંપુર્ણ મંત્રણા ભાંગી પડી હતી. 

You might also like