ભારતના પ્રાચીન વિજ્ઞાનીઓ અને સંશોધકો

આપણા દેશનો પ્રાચીન વારસો નોંધપાત્ર છે. તેમાંથી આપણે કેટલાક સંશોધકો અને વિજ્ઞાનીઓ વિશે જાણીશું.

બ્રહ્મદેવઃબ્રહ્મદેવ ખગોળશાસ્ત્રી તરીકે જાણીતા હતા. તેઓ મથુરાના પ્રખ્યાત બ્રાહ્મણ ચંદ્રબુદ્ધના પુત્ર હતા. ‘કર્ણપ્રકાશ’ એ તેમનું જાણીતું પુસ્તક છે, તેમાં તેમણે ‘આર્યભટ્ટ-૧’ આર્યભટીયને આધારે અને ‘લલ્લા’ને સૂચવેલા સુધારા મુજબ ખગોળશાસ્ત્ર વિશે લખ્યું હતું. તેમનું કાર્ય માયસોર, મદ્રાસ અને મહારાષ્ટ્રમાં ઘણું પ્રખ્યાત હતું. ‘કર્ણપ્રકાશ’ વિશે ઘણા સંશોધકોએ જુદી જુદી ભાષામાં વધુ સંશોધન કર્યું છે.

બ્રહ્મગુપ્તઃબ્રહ્મગુપ્તનો જન્મ પંજાબમાં મુલતાન પાસે ભીલમાલામાં થયો હતો. તે જિષ્ણુુનો (૫૯૮ એ.ડી.) પુત્ર હતો. અલ્બેરુનીના મત મુજબ બ્રહ્મગુપ્ત એ ભારતનો વિશિષ્ટ પ્રકારનો ગણિતશાસ્ત્રી હતો. તેણે શૂન્યને ગણિતશાસ્ત્રમાં સ્થાન અપાવ્યું હતું. તેણે બ્રહ્મ-સૂત-સિદ્ધાંતની રચના રાજા વ્યાઘ્રમુખની પ્રેરણાથી કરી હતી. તેણે બ્રહ્મ-સૂત-સિદ્ધાંતમાં રચના રાજા વ્યાઘ્રમુખની પ્રેરણાથી કરી હતી.તેણે બ્રહ્મ-સૂત-સિદ્ધાંતમાં અંકગણિત, બીજગણિત અને ખગોળવિદ્યાની ચર્ચા કરી હતી. 

માત્ર ચર્ચા જ નહિ, પરંતુ અન્ય ગણિતશાસ્ત્રીઓના કાર્ય સાથે તેની સરખામણી પણ કરી  હતી. તેથી તેના આ કાર્યનું આ ક્ષેત્રમાં ઐતિહાસિક કાર્ય સાથે તેની સરખામણી પણ કરી હતી. તેના આ કાર્યનું આ ક્ષેત્રમાં ઐતિહાસિક મૂલ્ય ગણાય છે. બીજગણિતના કૃત્તકાધ્યાયમાં બ્રહ્મગુપ્તે પહેલી વાર શૂન્યને અને તેના ઉપયોગને લગતું સંશોધન કર્યું હતું. શૂન્ય પરની પ્રક્રિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ સંખ્યા ઘન હોય કે ઋણ  તેમાં શૂન્ય વડે ગુણવામાં આવે તો જવાબ શૂન્ય આવે અને શૂન્ય વડે ભાગવામાં આવે તો જવાબ અનંત આવે. ‘ગણિતાધ્યાય’ પ્રકરણમાં તેણે ગણિતની ક્રિયામાં વીસ ઉદાહરણો આપ્યાં હતાં. 

બીજગણિત અને અંકગણિત એ ગણિતશાસ્ત્રની બે અલગ શાખાઓ છે. એમ જણાવ્યું હતું. ખગોળશાસ્ત્રમાં આર્યભટ્ટની વિચારસરણી કરતાં બ્રહ્મગુપ્તનો મત જુદો પડ્યો હતો. પૃથ્વી ભ્રમણ કરતી નથી અને ગ્રહણ થાય છે તે સાથે તેઓ સંમત નહોતા. કરણ ‘ખંડ ખાધ્યક’ ગ્રંથનાં ચાર પ્રકરણો લખ્યાં હતાં. તેમાં બે વિભાગો ‘ખંડ ખાધ્યક મુખ્ય’ અને ‘પાર ખંડખાધ્યક’ હતા. વર્ષો સુધી ભારત અને અરબ દેશોમાં તેનું કાર્ય પ્રમાણિત ગણાતું હતું.

ભગવાન બુદ્ધઃબૌદ્ધ ધર્મના સ્થાપક બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો. તેમના જીવનકાળ દરમ્યાન ‘વિનય પિટક’, ‘દીપવંશ’ અને ‘મહાવંશ’ જેવાં પુસ્તકો કે જેની મદદથી તેમના શિષ્યો એકમેકની સારવાર કરતા હતા. દાઝી જવાના, ઘા પડવાના રોગો માટેની સારવાર અંગે આ પુસ્તકોમાં બુદ્ધે આપેલું વર્ણન, સૂચના અને માર્ગદર્શન સૌને ઉપયોગી નિવડતું હતું.  બુદ્ધ ભગવાને પ્રાણીનાં શરીર ચીરીને અંદરની રચના જાણવા માટે થતી પ્રાણીઓની જાનહાનિ અટકાવી હતી. શરીર રચનાના અભ્યાસ માટે નમૂનાઓ કે મોડેલનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. અત્યારે હવે કોલેજોમાં પ્રાણીઓનું વિચ્છેદન થતું નથી. નમૂના કે મોડેલ પરથી જ સમજાવવામાં આવે છે. 

બુદ્ધ ભગવાને આખા દેશમાં મનુષ્યો અને પ્રાણીઓ માટે પાંજરાપોળ કે હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ‘જીવકા’ નામના બુદ્ધના સમયના અને બુદ્ધના ડોક્ટરે ‘ક્રેનિયલ’ (મસ્તકની) સર્જરીમાં ઝળહળતી સફળતા મેળવી હતી. બુદ્ધે કષાય વનસ્પતિનો કાઢો-કવાથ, તલનું કચ્ચરિયું, પાટા, રાઇનો પાવડર અને તેલનો, સારવાર તરીકે ઉપયોગ કરવાની પ્રથા શરૃ કરી હતી.

ભટ્ટાચાર્ય રઘુદેવ એન. :સત્તરમી સદીમાં બનારસમાં તેમનો જન્મ થયો હતો. તે હરિરામ તર્કવગીશાના શિષ્ય હતા. વૈશેષિકા ફિલસૂફી કાનડાની નૈસર્ગિક ફિલસૂફી વિશે તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. તેમનાં પ્રખ્યાત કાર્યોમાં તત્વસિંતોમોની વ્યાખ્યા, કાનડા સૂત્ર વ્યાખ્યા, દ્રવ્ય સંગ્રહ, પદાર્થ ખંડન વિવરણ, પ્રાપ્યસાર સંગ્રહ અને પદાર્થ ખંડની વ્યાખ્યા આપી છે તેઓ જાણીતા વૈદ હતા.

અત્રેય પુનર્વસુઃતેમના જન્મકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. તેઓ વશિષ્ઠના પુત્ર હતા, અને આયુર્વેદના પદ્ધતિસરના શિક્ષક તરીકે તેમનું નામ લેવામાં આવે છે. તબીબી વિજ્ઞાનની કાર્યચિકિત્સા પદ્ધતિ ભારતમાં પુનર્વસુના નામે ફાળવાઇ છે. તે બ્રહ્મ પ્રજાપતિના નામે ઓળખાય છે. તેમના છ શિષ્યો, અગ્નિવેશ, જટુકર્ણ,ભેલા, હરિતા, ખસારપણિ અને પરાશર હતા. તેમાં અગ્નિવેશ ઘણા બુદ્ધિશાળી ગણાતા હતા. આ દરેક શિષ્ય દ્વારા કાર્યચિકિત્સાના ગ્રંથની રચના થઇ છે.

રોગને ‘સાધ્ય’ કરી શકાય તે રીતે રોગોનું વર્ગીકરણ તેમણે કર્યું હતું. ન મટાડી શકાય તેવા ‘અસાધ્ય’ રોગોને મટાડી ન શકાય પરંતુ તેનો ફેલાવો અટકાવી શકાય તેવા રોગો ‘હવાપ્ય’ એવું વર્ગીકરણ તેમણે કર્યું હતું. ‘અંત્રેય સંહિતા’ તેમણે રચી હતી. તેમાં ૪,૬૫,૦૦૦ પંક્તિઓ છે. દાક્તરી વિભાગમાં તેમનું પ્રદાન વિશિષ્ટ ગણાય છે. રોગોની પરખ અને સારવારના કેટલાક સિદ્ધાંતો તેમણે આપ્યા હતા.

 

 

You might also like