ભાજપ મારા પિતા અંગે 30 વર્ષોથી અફવા ફેલાવી રહ્યું છે : રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે બોફોર્સ મુદ્દે ભાજપનાં સવાલોને તેણે ખોટા ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) તેમનાં પિતા રાજીવ ગાંધી અંગે ગત્ત 30 વર્ષથી ખોટુ બોલી રહ્યા છે. રાહુલે આ પ્રતિક્રિયા વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજના સંસદમા અપાયેલા વક્તવ્ય પર આપી હતી. જ્યારે તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નાં પૂર્વ કમિશ્નર લલિત મોદીની મદદ પહોંચાડવા અંગેના પોતાનાં આરોપોનો બચાવ કરતા બોફોર્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

સુષ્માએ સંસદમાં રાહુલને કહ્યું હતું કે તમે ઘણા સમયથી રજાઓ લઇ રહ્યા છો, હું ઇચ્છુ છુ કે જ્યારે તમે રજાઓ ગાળો ત્યારે તમારા પોતાનાં પરિવારનો ઇતિહાસ અને કાળા કારનામાઓ અંગે વાંચજો. પરત આવીને પોતાની માને પુછજો કે તમે લોકોએ ક્વાત્રોચ્ચિ મુદ્દે કેટલા પૈસા લીધા હતા. 

રાહુલે સુષ્માનાં સવાલ પર જવાબ આપતા કહ્યું કે ભારતની ન્યાય વ્યવસ્થાએ રાજીવ ગાંધીને આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ ભાજપ મારા પિતાના મુદ્દાને 30 વર્ષોથી અસત્ય ફેલાવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બોફોર્સ મુદ્દે 1980નાં દશકનો છે. જેમાં તે સમયનાં વડાપ્રધાન પર લાંચનો આરોપ લાગ્યો હતો. રાજીવ ગાંધી પર આરોપ લાગ્યો હતો કે તેમણે બોફોર્સની તોપ ખરીદીમાં મોટા પાયે કટકી કરી હતી. જો કે 2004માં દિલ્હીની એક કોર્ટે રાજીવની વિરુદ્ધ પુરાવા નહી મળવાનાં કારણે તેને આરોપમુક્ત કર્યા હતા. 

You might also like