ભાજપમાં યાદવાસ્થળી : આર.કે સિંહને હવે શત્રુધ્ન સિંહાએ પણ આપ્યું સમર્થન

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં અપરાધિઓને ભાજપ દ્વારા ટીકીટ વેંચવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવનારા આર.કે સિંહના પડખે પહેલાથી જ બાગી વલણ ધરાવનાર શત્રુધ્ન સિંહા આવી ગયા છે. સિંહાએ સિંહનું પરોક્ષ સમર્થન કર્યું હતું. પરોક્ષ સમર્થન કરતા તેણે જણાવ્યું હતું કે જો તેમણે આરોપ લગાવ્યા છે તો જરૂર તેમની પાસે કોઇ પુરાવા હશે. બીજી તરફ આર.કે સિંહનાં આરોપો બાદ નીતીશને વધુ એક મુદ્દો મળી ચુક્યો છે. નીતીશે કહ્યું કે ભાજપમાં પોતાનાંમાં જ એકતા નથી ત્યારે ચટ્ટાન જેવી એકતા ધરાવતા મહાગઠબંધનની તેઓ શું ટક્કર લેશે. 

પોતાનાં વિરોધી સુરોનાં કારણે ચર્ચામાં રહેનારા શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે આર.કે સિંહ ખુબ જ સન્માનિતન અને જવાબદાર સાંસદ છે. તેઓ ક્યારે પણ અકારણ નિવેદન આપી શકે નહી. તેણે કહ્યું કે આર.કે સિંહ કોઇ સામાન્ય સાંસદ નથી. તે ખાસ સાંસદ છે. તેની ખુબ જ ઇજ્જત છે. તે થોડા બેદાગ છબી ધરાવતા ભાજપનાં નેતાઓ પૈકીનાં એક પીઢ નેતા છે. સિન્હાએ કહ્યું કે જો તેમણે કોઇ પણ આરોપ લગાવ્યો હશે તો સમજી વિચારીને લગાવ્યો હશે. તેમની પાસે સાબિતી કરવા માટેનાં યોગ્ય પુરાવાઓ હશે. નહી તો તેઓ આવો ગંભીર આરોપ ક્યારે પણ લગાવત નહી. 

You might also like