ભાજપને એટલી બહુમતીથી જીતાડો કે રાહુલને મામાનું ઘર યાદ આવી જાય : શાહ

નવાદા : ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવાદામાં ભાજપની સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે લાલૂ પ્રસાદની પાસે વિકાસનો કોઇ મુદ્દો નથી. ગૌમાંસ અને વડાપ્રધાન પર કટાક્ષ અંગે બિહારની જનતા વિકાસનાં મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. અમિત શાહે કોંગ્રેસ પર પણ આરોપો લગાવ્યા હતા. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે એનડીએનાં નેતાઓને જીતાડવા માટે એવા બટન દબાવો કે રાહુલને પોતાનું મોસાળ યાદ આવી જાય. શાહનાં મુખ્ય દસ પ્રહાર ….

1. લાલુનાં શાસનને જંગલરાજનું નામ અમે નહી પરંતુ તેનાં જ સાથી નીતીશે આપ્યું હતું. આજે તે પોતે જ સત્તાની ભુખ માટે લાલુનું પડખે ઉભા રહી ગયા છે. 

2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સવા લાખ કરોડ રૂપિયાનાં વિશેષ પેકેજ પર નીતીશ કુમાર કટાક્ષ કરી રહ્યા છે. તેમને ખ્યાલ હોવો જોઇએ કે આ પેકેજ તેમના માટે નહી પરંતુ બિહારનાં વિકાસ માટે છે. 

3. બિહારમાં કામ કરનારી સરકાર જોઇએ. નીતીશ જો મુખ્યમંત્રી બનશે તો વિશેષ પેકેજનાં સવાલાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ નહી કરી શકે.

4. લાલુ પ્રસાદનું સંપુર્ણ ધ્યાન પોતાનાં પરિવારમાં કેન્દ્રીત છે, જ્યારે ભાજપ તમામ લોકોનો વિકાસ ઇચ્છે છે. 

5. લાલુ પ્રસાદ કાગડા અને ઉંદર, બકરા, ગૌમાંસનાં મુદ્દાઓ કેમ ઉપાડે છે. વિજળી, પ્રદેશનો વિકાસ અને રોજગારની વાતો કેમ નથી કરતા ? 

6. નીતીશનાં એક ખભા પર લાલુનું જંગલરાજ છે, તો બીજા ખભા પર કોંગ્રેસનું 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. એવામાં બિહારનો વિકાસ કઇ રીતે થશે  ? 

7. તેમનાં પાર્ટી નેતાઓ કહે છે કે અમારા ઋષી મુનીઓ -મુની ગૌમાંસ ખાતા હતા. લાલુ કહે છે કે હિંદુ પણ ગૌમાંસ ખાય છે. ગૌમાંસ અને બકરાનાં માંસમાં કોઇ ફરક નથી. યદુવંશી થઇને આવી વાતો કરવી તેમને શોભે છે ? 

8. ભાજપની સરકાર બનશે તો અહીંની બેરોજગારી ઘટશે. યુવાનોને મુંબઇ અને દિલ્હી નહી જવું પડે.

9. ભાજપ માટે વોટનું બટન એવી રીતે દબાવો કે રાહુલને પોતાનાં મામાનું ઘર યાદ આવી જાય.

10. બિહારની જનતા શું લાલુનાં 15 વર્ષનું શાસન ભુલી શકે તેમ છે ? 

You might also like