ભગવાન વિષ્ણુનો દશમો કલ્કિ અવતાર

આપણાં શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના ર૪ અવતાર છે. જેમાંથી ત્રેવીસ અવતાર આ મન્વંતર દરમિયાન થઇ ગયા છે. ચોવીસમો અવતાર કલ્કિ અવતાર થવાનો  છે. જે બાકી છે. ઘણા લોકો દશમો અવતાર કલ્કિ અવતારને કહે છે. કલ્કિ અવતાર કલિયુગ  પૂર્ણ થવાના આરે થશે તેમ કહેવાય છે. શાસ્ત્રો મુજબ કલિયુગ ૪,૩ર,૦૦૦ વર્ષનો છે. તેમાંથી હાલ કલિયુગનાં પ૧૩૦ વર્ષ પસાર થયાં છે. જ્યારે કલિયુગ પૂરો થવા આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો ર૪મો અવતાર કહો કે દશમો કહો તે કલ્કિ અવતાર ધારણ કરવાના છે.
 
કેટલાક ભવિષ્યવેતાની ભવિષ્યવાણી મુજબ કલ્કિ અવતાર પહેલાં વર્ષ ર૦૩રની સાલમાં પૃથ્વીનો નાશ થશે પરંતુ આપણાં શાસ્ત્રો મુજબ આવી કોઇ જ શક્યતા નથી. કલ્કિ અવતારમાં કલિયુગની પ્રખરતા હશે. પૃથ્વી ઉપર જુઠા તથા પ્રમાદી લોકોનું જ રાજ તપતું હશે.  પૃથ્વી ચોગરદમ જુઠા, બદમાશો, વ્યભિચારી, દુષ્ટોથી ત્રાહિમામ્ પોકારતી હશે. આવા લોકો દરેક બાબતે શુરા પૂરા હશે. તેમના ડરથી સત્યવાદી અને ધર્મવેત્તાઓ છૂપા રહેશે. તેટલો ભગવાન વિષ્ણુને કલ્કિ અવતાર લેવા વિનવશે. ત્યારે ભગવાન વિષ્ણુ ર૪મો અવતાર અથવા દશમો અવતાર લેશે
.
શાસ્ત્રો મુજબ ચાર યુગમાં થઇ ભગવાન વિષ્ણુના ર૪ અવતાર થાય છે. પરંતુ લોકોને દશાવતાર જ યાદ રહેતા હોવાથી તેમનો દશમો અવતાર કલ્કિ અવતાર છે તેવું તેઓ માનતા હોય છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર માગશર વદ આઠમની અંધારી રાતનો હશે. તેમના આ અવતાર પાછળનું કારણ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવાનો જ છે. તેમના હાથમાં ખડગ, ઢાલ હશે. તેમનો અશ્વ દિવ્ય હશે. 
 
કલિયુગનાં છેલ્લાં ૧૬,૦૦૦ વર્ષ પૃથ્વી ઉપર ભયંકર અત્યાચાર થશે. તેથી પૃથ્વી થરથર કાંપતી હશે. આ અવતાર આ અત્યાચારોનો નાશ કરશે. તે પછી બીજા ૧૬,૦૦૦ વર્ષ સૂર્યનો પ્રચંડ તાપ પૃથ્વીને અધર્મના કાળોતરાથી દૂર કરશે. તે પછી ભયંકર મેઘવર્ષા થશે. તેમાં પૃથ્વી જળમાં ડૂબી જશે. તે વખતે કલિયુગ ભાગીને બલિરાજા પાસે જતો રહેશ. તે પછી ભગવાન પાછા પૃથ્વીનું નવસર્જન કરીને દેવોને હષ્ટપુષ્ટ કરશે. તે પછી કલિયુગના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, સાથળમાંથી વૈશ્ય તથા પગમાંથી શૂદ્ર, એમ ચાર વર્ણ ઉત્પન્ન થશે. તેમનાં અનેક પુત્ર પત્રી થશે. તેઓ ધર્મનો આશ્રય લઇને દેવોને પૂજશે. સતયુગ સોળે કળાએ પૃથ્વી ઉપર હશે ત્યારે કલ્કિ ભગવાન સમય પૂરો થતાં સ્વધામ પધારશે ત્યારે દુઃખી ભગવાનની કર્મભૂમિ વિરહા‌િગ્નની સંતૃપ્ત થઇ પાપીઓનો નાશ કરશે. તે વખતે પાતાળ નિવાસી મહાન દૈત્યગણ પ્રહ્લાદજી સાથે પોતાનાં વાહનોમાં બેસી અનેક અસ્ત્ર, શસ્ત્ર લઇ દેવતાઓ સાથે ગર્જના કરતાં કરતાં યુદ્ધે ચડશે. તે વખતે તમામ દેવતા સેનાપતિ ભગવાન કાર્તિક સ્વામી નહીં હોય પરંતુ તેમના સેનાપતિ દેવરાજ ઇન્દ્ર હશે. 
 
દેવ દાનવનું યુદ્ધ થશે. જેમાં દૈત્યોનો પરાજય થશે. તેમનાં મૃત્યુ થશે. તે વખતે દૈત્યગુરુ શુક્રાચાર્ય પોતાની સંજીવની વિદ્યા વડે તેમને પુનઃજીવિત કરશે. તે વખતે યુદ્ધથી થાકેલા દેવો ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સૂતા હશે ત્યાં જશે. પરાજિત દૈત્યો પૃથ્વી છોડી સાતમા પાતાળ વિતળમાં ચાલ્યા જશે. આ બાજુ સર્વ દેવ નિર્ભય બની તેમના દેવ લોક શોભાવશે. તે વખતે પૃથ્વી ઉપર અયોધ્યામાં વૈવસ્તવના પુત્ર ઇશ્વાકુનો અભિષેક થશે. તે ૧,૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવશે. તે વખતે મનુષ્યની ઉંમર ૪૦૦ વર્ષની હશે. ધર્મના બળદના નકામા જે ચાર પગ છે તે જ્ઞાન, ધ્યાન, શમ, તથા દમ પણ નિસ્તેજ થઇ જશે.
 
You might also like