'ભગવાન' ધોનીને સુપ્રીમમાંથી રાહત : ક્રિમિનલ કેસ પર સ્ટે

નવી દિલ્હી : ભારતીય ટીમનાં વન ડે મેચનાં કેપ્ટન એમ.એસ ધોનીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાનાં આરોપમાં ધોની વિરુદ્ધ દાખલ થયેલ ક્રિમિનલ કેસપર હાલ પુરતી કાર્યવાહી સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. ધોનીને એક બિઝનેસ પત્રિકાનાં કવર પર હિંદૂ દેવતા વિષ્ણૂનાં સ્વરૂપમાં દેખાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની વિરુદ્ધ હિંદુ દેવતાને કથિત રીતે અપમાન કરવા માટે આપરાધિક કેસ દાખલ થયો હતો. ધોનીએઆ કેસની વિરુદ્ધ ગત્ત અઠવાડીયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ક્રિમિનલ કેસને રદ્દ કરવા માટેની માંગણી કરી હતી. 

ધોની તરફથી દાખળ વિશેષ પરવાનગી અરજીમાં કર્ણાટક હાઇકોર્ટનાં ચુકાદાને પડકાર્યો હતો. જે ચુકાદો બેંગ્લોરની નીચલી કોર્ટે તેની વિરુદ્ધનાં કેસમાં ક્રિમિનલ કાર્યવાહીને રદ્દ કરવાની માંગને ફગાવી દીધી હતી. જે ચુકાદાને હાઇકોર્ટે પણ યથાવત્ત રાખ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીને એક સમાચાર પત્રિકાનાં કવર પેજ પર હિંદુ દેવતા વિષ્ણુની જેમ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રકાશિત કર્યો હતો. વિષ્ણુનાં સ્વરૂપે રહેલ ધોનીનાં આઠેય હાથમાં તેણે જે જે પ્રોડક્ટની એડ કરી તે વસ્તુઓ તેનાં હાથમાં રહેલી દેખાય છે. જે પૈકી એક હાથમાં બુટ પણ હતું. જેનાં કારણે વિષ્ણુનાં સ્વરૂપમાં ધોનીને દર્શાવવા બદલ બેંગ્લોર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આઇપીસી કલન 295 હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

You might also like