બ્લેક હોલમાં ગયેલી ચીજ પાછી જરૂર આવે

અવકાશમાં પ્રકાશી રહેલો દરેક તારો આપણા સૂર્યની જેમ અથવા એનાથી સો ગણો મોટો સૂર્ય છે. એનું બળતણ ખલાસ થવા આવે ત્યારે તેનું ગુરુત્વાકર્ષણ પ્રચંડ બનતું જાય છે અને તે નાનો થવા લાગે છે. નાનો થતાં થતાં એક સમય એવો આવે છે કે, તેનો પ્રકાશ પણ ગુરુત્વાકર્ષણમાંથી બહાર ન આવી શકે ત્યારે એ કાળા અવકાશમાં કાળો ગોળો બની જાય છે, જે પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી આસપાસના બધા જ પદાર્થ પોતાનામાં ખેંચતો રહે છે. તેમાંથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. વિજ્ઞાનીઓએ તેને બ્લેક હોલ (અવકાશનો કાળો ભમ્મરિયો કૂવો) નામ આપ્યું છે. તે અમુક કરોડ વર્ષ વસ્તુઓને ભરખ્યા પછી પોતે પણ લુપ્ત થઈ જાય છે.

વિજ્ઞાનીઓનું એક જૂથ કહે કે, તેમાં ગયેલા પદાર્થ દળાઈને ભુક્કો થઈને નાશ પામે છે. બીજું જૂથ કહેતું કે, વિજ્ઞાનનો અફર નિયમ છે કે, કોઈ પણ પદાર્થ નાશ ન પામી શકે, માત્ર પરિવર્તન પામી શકે. એટલે બ્લેક હોલના પદાર્થો પણ નાશ તો ન જ પામે. કેટલાક વિજ્ઞાની કહેતા કે, બ્લેક હોલમાં ગયેલા પદાર્થો તેમાં વમળાતા વમળાતા બીજા છેડે પ્રતિ-બ્રહ્માંડમાં જતા રહે છે. આ વિરોધાભાસી માન્યતાઓનો કોઈ ગળે ઊતરે એવો ખુલાસો થતો નહોતો.

માત્ર મગજ અને આંખને જ હલનચલન કરાવી શકતા પદાર્થ વિજ્ઞાની સ્ટિફન હોકિન્સે બ્લેક હોલ વિષે અનોખી રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ‘બ્લેક હોલમાં ગયેલો કોઈ પણ પદાર્થ સૌથી ઝડપી પ્રકાશ કિરણ પણ તેમાં ભરખાઈ ગયા પછી ગુરુત્વાકર્ષણના પ્રચંડ દબાણમાં નાશ પામે છે એ વાત ખોટી છે. દરેક પદાર્થ કોઈક સમયે જ્યારે બ્લેક હોલ લુપ્ત થાય ત્યારે પાછો જરૂર આવે છે, પરંતુ પ્રચંડ દબાણમાં ભીંસાઈને એના અસ્તિત્વની માહિતી એટલી વેરવિખેર થઈ ગઈ હોય છે કે તેને આપણે ઓળખી 

ન શકીએ.’ સ્વિડનના સ્ટોકહોમ શહેરમાં ‘કેટીએચ રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ ખાતે ‘હોકિંગ રેડિયેશન’ વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં હોકિન્સે આ થિયરી રજૂ કરી હતી.

 

You might also like