બ્રિટેનમાં શરૂ કરાઇ 'મોદી એક્સપ્રેસ' બસ સેવા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વાગતની તૈયારી બ્રિટેનમાં પુરજોશમાં ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે જવાના છે.  તે અગાઉ આજથી લંડનમાં મોદી એક્સપ્રેસ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયે શરૂ કરી છે. આ બસની સર્વિસ બ્રિટનના સમય અનુસાર 10 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. આ બસ વેંબલેના લિટિલ ઇન્ડિયા અને ટ્રેફલગર સ્કેવયર સુધી ચાલશે. આ સર્વિસ હેઠળ 30 બસ ચલાવવામાં આવશે. આ બધુ ભારતીય સમુદાય દ્વારા યુકે વેલકમ્સમોદીની પહેલનો એક ભાગ છે. મોદી એક્સપ્રેસને લઇને બ્રિટિશ સાંસદ કીથ વાજ પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા. વાજે લોકોને મોદી એક્સપ્રેસમાં બેસવાની અપિલ કરી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 થી 14 નવેમ્બર દરમિયાન બ્રિટનની મુલાકાતે જશે. 

You might also like