બ્રિટનની સૌથી મજબૂત મહિલા ખેંચે છે ટ્રક, ઉઠાવે છે ૧૭૧ કિલો વજન

લંડન: બ્રિટનની સાઉથમ્પટનમાં રહેતી એક બ્રિટિશ મહિલાએ આજકાલ પોતાના આશ્ચર્યજનક કરતબોથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ મહિલા બે સંતાનોની માતા છે અને તેનું વજન ૬૨ કિ.ગ્રા. છે. પોતે ૬૨ કિ.ગ્રા. વજન ધરાવતી હોવા છતાં સહેલાઈથી ૧૭૧ કિ.ગ્રા. જેટલું વજન ઉઠાવી શકે છે.

બ્રિટનના સાઉથમ્પટન સ્થિત ૩૧ વર્ષની મહિલા કેથરીન બાર્ટલેટ બે બાળકોની માતા છે. કેથરીનને એક ૧૨ વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર છે. કેથરીન માત્ર ૬૨ કિ.ગ્રામ વજન ધરાવે છે તેમ છતાં સહેલાઈથી ૧૭૧ કિલો વજન ઉઠાવી શકે છે.

એટલું જ નહીં કેથરીન પોતાના મજબૂત ખભાની તાકાતથી એક મોટી ટ્રકને પણ ખેંચી શકે છે. આ જ કારણસર કેથરીનને બ્રિટનની સૌથી મજબૂત મહિલાનો એવોર્ડ મળ્યો છે. બ્રિટનના હેમ્પશાયર નજીક સાઉથમ્પટનમાં રહેતી કેથરીને જણાવ્યું હતું કે તે અઠવાડિયામાં બે દિવસ કસરત પણ કરે છે.

 

You might also like