બ્રિટનના પૂર્વ PM હીથ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાે આક્ષેપ

લંડનઃ બ્રિટનના પૂર્વ વડા પ્રધાન સર અેડવર્ડ હીથ પર અેક વ્યકિતઅે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનાે આરાેપ લગાવ્યાે છે. પાેલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સર અેડવર્ડ વિરુદ્ધ પહેલાંથી જ યાૈનશાેષણના આરાેપાેની તપાસ ચાલી રહી છે. ૬૦ વર્ષની આ વ્યકિતઅે દાવાે કર્યાે છે કે જ્યારે તે ૧૨ વર્ષની હતી ત્યારે લંડનના મેફેર ફલેટમાં અેડવર્ડે તેમના પર આવું કૃત્ય કર્યું હતું.

તેમણે જણાવ્યું કે આ ઘટના ૧૯૬૧ની છે. તે સમયે તેમણે અેડવર્ડ પાસે લીફટ માગી હતી ત્યારે સર અેડવર્ડ તેમને પાેતાના ફલેટ પર લઈ ગયા હતા. નાનપણમાં પાેતાના પિતા અને પિતાના મિત્રાે પર રેપ અને યાૈનશાેષણનાે આરાેપ લગાવી ચૂકેલ આ વ્યકિતઅે દાવાે કર્યાે છે કે  એક દિવસ તેણે અેડવર્ડ પાસે લીફટ માગી હતી ત્યારે તેઆે તેમને નાેર્થ કેન્ટના અે-૨ રાેડ પર લઈ ગયા હતા. તેમના પર જ્યાં રેપ થયાે હતાે તે ઘર પાર્કલેનના અેપાર્ટમેન્ટમાં આવેલું છે.  

તેમણે વધુમાં જણાવ્યું કે ૧૯૬૫ સુધી મને અે વાતની જાણ ન હતી કે મારી સાથે આવું કૃત્ય કરનાર કાેણ છે, પરંતુ અેક દિવસ અખબારમાં તેણે માર્ગારેટ થેચર સાથે છપાયેલા ફાેટામાં સર અેડવર્ડને જાેયા તાે તેે તેમને આેળખી ગયા હતા. મારી આ વાત પર લાેકાે વિશ્વાસ કરતા ન હતા અને મને મનઘડંત વાર્તા કહેનારાે અને જૂઠાે માનવામાં આવતાે હતાે, પરંતુ સચ્ચાઈ બહાર આવી ગઈ છે, જાેકે અેડવર્ડ સામેના આ આરાેપાે અંગે પાેલીસે હાલ કાેઈ કાેમેન્ટ કરી નથી. 

સર અેડવર્ડ કાેણ છે?સર અેડવર્ડ ૧૯૭૦ના દાયકામાં ચાર વખત બ્રિટનના વડા પ્રધાન પદે રહી ચૂક્યા હતા. ૨૦૦૫માં તેમનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. તેઆે અપરિણીત હતા અને તેમની પર્સનલ લાઈફને લઈને તેઆે સતત વિવાદમાં જ રહ્યા હતા. અેક બાેયાેગ્રાફીમાં તેમને હાેમાેસેક્સુઅલ પણ ગણાવાયા હતાઅને બીજામાં તેમને સેકસલેસ ગણાવાયા હતા.

પોલીસ શું કહે છે?આ અંગે પાેલીસ સપ્રિન્ટેન્ડેન્ટ સી.અેન. મેમાેરીઅે જણાવ્યું કે આ અંગે આરાેપ છે કે અેક ટ્રાયલ ૧૯૯૦થી ચાલે છે અને આ કેસમાં સર હીથ બાળકાે સાથે સેકસ માણવાના આરાેપી પણ હતા અને અેવી પણ સૂચના મળી છે કે આ કેસની કયારેય ટ્રાયલ શરૂ થઈ શકી નથી. ૨૦૧૪માં અેક નિવૃત્ત સિનિયર પાેલીસ અધિકારીઅે દાવાે કર્યાે હતાે કે તેમને આ કેસની જાણકારી હતી.

You might also like