બ્રિક્સમાં પણ અચ્છે દિન: ભારતનો દબદબો વધ્યો

નવી દિલ્હી : ત્રણ વર્ષ પહેલા જ્યારે ભારત ધીમા ગ્રોથ મુદ્દે સંધર્ષ કરી રહ્યું હતું, મૈક્રો ઇકોનોમિક સ્થિતી બગડી રહી હતી, ચાલુ ખાતાઓનુ નુકસાન અને ટેક્સનું નુકસાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. તેનાં કારણે ભારતની મુડી ઝડપી રીતે ઉપાડવામાં આવી રહી હતી. રોકાણકારોમાં એક ડર છવાઇ ગયો હતો. 

સ્થિતી એટલી ખરાબ હતી કે અમુક એનાલિસ્ટ બ્રિક્સમાં ભારતનાં સ્થાને ‘I’ ઇન્ડોનેશિયાને લેવા માટેની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ હવે સ્થિતી બિલ્કુલ ઉલટ થઇ ચુકી છે. બ્રાજીલની રેટિંગ ‘જંક’ થઇ ચુકી છે અને ચીન મંદી સામે જજુમી રહ્યું છે.

કોમોટિડીમાં થયેલા ઘટાડાનાં કારણે રશિયા ખુબ જ પ્રભાવિત થયું છે અને દક્ષિણ આફ્રિકાની ઇકોનોમીમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારત દુનિયાની સૌથી ઝડપી રીતે વિકલી રહેલી ઇકોનોમી તરીકે સામે આવ્યું છે. ભારતની સ્થિતીમાં આવેલા સુધારાને નીચે આપેલા ચાર્ટનાં આંકડાઓની મદદથી સમજી શકાય છે. 

You might also like