બ્રાઝિલ ઓલિમ્પિકમાં ૧૦ હજાર એથ્લેટોની સલામતી માટે ૮૫ હજાર સિક્યોરિટી ગાર્ડસ

રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આગામી ઓગસ્ટમાં યોજાનારી સમર ઓલિમ્પિક ગેમ્સને બરાબર એક વર્ષ બાકી છે પરંતુ સિક્યોરિટી ઓફિસરો પોતાના દેશમાં આવનારા ૧૦,૦૦૦ જેટલા એથ્લેટ તેમજ સ્ટેડિયમોમાં હાજરી આપનારા હજારો પ્રેક્ષકોની સલામતી વિશે અત્યારથી ચિંતિત છે. અધિકારીઓના મતે ઓલિમ્પિક્સના સમયે દેશમાં અનેક ઠેકાણે, સ્ટેડિયમોમાં તેમજ એથ્લેટોની વિલેજમાં ચોરી-લૂંટફાટ, હિંસા તેમજ આતંકવાદી હુમલા થઇ શકે એમ છે. આ બધુ જોતાં અધિકારીઓ સલામતીની બાબતમાં કોઇ કસર બાકી ન રહે.

અત્યારથી તકેદારી રાખવા પ્રતિબદ્ધ છે. એટલે જ રમતોત્સવની દરમિયાન દેશભરમાં ૮૫,૦૦૦ જેટલા એવા સલામતી રક્ષકો તહેનાત કરવામાં આવશે. એની તુલનામાં ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકસ દરમિયાન ૪૦,૦૦૦ રક્ષકો ગોઠવવામાં આવ્યા હતાં.દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં મોટા પાયે હિંસાના બનાવો બનતા હોય છે. દર વર્ષે આ દેશમાં અંદાજે ૫૨,૦૦૦ હત્યા થાય છે. ઓલિમ્પિક્સ માટેના મુખ્ય શહેર રિયો ડી જાનેરોમાં પ્રતિદિન સરેરાશ ત્રણ કરતાં વધુ મર્ડર થતાં હોવાનું એક સર્વેક્ષણમાં જણાવાયું છે.

જોકે, ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપ સહિત ઘણી મોટી સ્પર્ધાનું સફળ આયોજન પણ આ દેશમાં થઇ ચૂક્યું છે. ૧૯૭૨ની સાલમાં પશ્ચિમ જર્મનીના મ્યુઝિક શહેરમાં પેલેસ્ટીનીઓ દ્વારા ઇઝરાયેલના ૧૧ એથ્લેટોની થયેલી હત્યાનો બનાવ હજી પણ દર ઓલિમ્પિક્સ વખતે ચર્ચામાં આવતો હોય છે અને તેને ધ્યાનમાં લઇને આયોજકો સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવતા હોય છે.

 

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનલ ઓલિમ્પિક કમિટીને રિયો ડી જાનેરો શહેરમાં પાણી કેટલું શુદ્ધ છે એનો અભ્યાસ કરવા કહ્યું છે. શહેરની પાણી-પુરવઠાની વ્યવસ્થા ઓલિમ્પિકસના એથ્લેટો માટે નુકસાનકારક સાબિત થઇ શકે એવા એસોસિયેટેડ પ્રેસના તાજેતરના અહેવાલને પગલે ઓર્ગેનાઇઝેશને કમિટીને અત્યારથી પગલાં લેવા કહી દીધું છે.

You might also like