‘બ્રધર્સ’ અંગેની આ વાતોથી તમે ચોક્ક્સ હશો અજાણ…

• ‘બ્રધર્સ’માં અક્ષય જેવા સુપરસ્ટાર સાથે એક્શન કરતાં પહેલાં સિદ્ધાર્થ ખૂબ જ નર્વસ હતો. અક્ષય પંજાબીમાં જોક્સ સંભળાવતો, જેથી માહોલ હળવો થાય.

• ‘બ્રધર્સ’માં કોમેડી બિલકુલ નથી, તેથી શૂટિંગ દરમિયાન તમામ કલાકારો ગંભીર રહેતા હતા, પરંતુ અક્ષય માહોલ હળવો કરવાની કોશિશ કરતો.

• જેકી શ્રોફ સાથે એક ઈમોશનલ સીન કરતી વખતે અક્ષયે તેને ગળે મળવાનું હતું, જેકી શ્રોફ અને અક્ષય અલગ થયા ત્યારે જેકીના શર્ટનાં બધાં બટન ખુલ્લાં હતાં. અા કામ અક્ષયે કર્યું હતું.

• ફિલ્મમાં કરીનાએ એક અાઈટમ સોંગ કર્યું છે, જેમાં સિદ્ધાર્થ પણ છે. નિર્દેશકે કહ્યું હતું કે કેરેક્ટર મુજબ સિદ્ધાર્થે કરીના સામે જોવાનું નથી, પરંતુ કરીના એટલી અાકર્ષક લાગતી હતી કે સિદ્ધાર્થ માટે તેના પરથી અાંખ હટાવવાનું મુશ્કેલ હતું.

• સેટ પર અક્ષય હંમેશાં મોજમસ્તીના મૂડમાં રહેતો. ‘બ્રધર્સ’ના સેટ પર તે બધાંના ફોન છુપાવી દેતો અને તે ફોનમાંથી કોઈને પણ અજીબ મેસેજ કરતો, જેમ કે હું તમને પ્રેમ કરું છું.

• મિક્સ્ડ માર્શલ અાર્ટના શૂટિંગ દરમિયાન કેટલીક વાર કલાકારોને ચહેરા પરથી ઈજાનાં નિશાન હટાવવા માટે ૧૫ મિનિટ સુધી બરફના ઠંડા પાણીમાં નહાવું પડતું. 

• ફિલ્મના એક ગીતના અંતમાં વિશ્વના ઘણા બધા અાંતરરાષ્ટ્રીય સ્તરના ફાઈટર સ્પેશિયલ એપિયરન્સમાં જોવા મળશે.

• અા ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ‘વોરિયર’ની ઓફિશિયલ રિમેક છે. ‘વોરિયર’ ૨૦૧૧માં સ્પોર્ટ્સ બેઈઝ્ડ ફિલ્મ હતી. 

 

You might also like