બોલિવૂડમાં દરેક બાબતમાં આગળ કેટરિના 

બોલિવૂડમાં એકાદ દાયકા કરતાં વધુ સમય વિતાવી ચૂકેલી અને 30થી વધુ ફિલ્મો કરનારી કેટરીના કૈફે ‘રાજનીતિ’ અને ‘સરકાર’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી દીધી છે. હોંગકોંગમાં જન્મેલી અને હવાઇમાં ઉછરેલી તેમજ લંડનમાં અભ્યાસ અને મોડલિંગથી કરિયર શરૂ કરનાર કેટનું અસલી નામ કેટરીના ટોરકેટી છે. તે તાજેતરમાં 31 વર્ષની થઇ છે. 

તે દેશની એ અભિનેત્રીઓમાંથી છે, જેમણે કાન જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો. આ વખતે પહેલી વાર કાન પહોંચેલી કેટે તેની ફેશનથી લોકોને દીવાના બનાવી દીધા. 

સલમાનખાને કેટ સાથે ‘એક થા ટાઇગર’, ‘મૈંને પ્યાર ક્યું કિયા’ અને ‘પાર્ટનર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ બંનેના પ્રેમપ્રકરણની પણ ખૂબ ચર્ચાઓ ચાલી હતી. હાલમાં કેટરીનાને લઇને બધે એ જિજ્ઞાસા પ્રવર્તે છે કે તેનાં લગ્ન પ્રેમી રણબીર કપૂર સાથે ક્યારે થશે. 

અભિનયની સાથે-સાથે કેટે આઇટમ સોંગમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. ફિલ્મ ‘અગ્નિપથ’ના ‌ચિકની ચમેલીથી લઇને ફિલ્મ એક્શન ‘ધૂમ-3’માં કમલી કમલી સુધી તેના ડાન્સનાં ખૂબ જ વખાણ થયાં છે. ડાન્સ પ્રત્યેના સમર્પણના કારણે તુસાદ મ્યુઝિયમમાં તેની પ્રતિમા પણ ડાન્સિંગ મુદ્રામાં લગાવાઇ છે. હિન્દી ન જાણવા છતાં પણ તેણે જે રીતે બોલિવૂડમાં સ્થાન મેળવ્યું તે ખરેખર પ્રશંસનીય છે. તે ખરેખર દરેક મોરચા પર અવલ છે. 

 

You might also like