બૈનક્રોફટના શતક સાથે ઓસ્ટ્રેલિયા 'એ'ની સરસાઈ

ચેન્નઈ : પાર્ટ ટાઈમ સ્પિનર બાબા અપરાજિતે પોતાની ફર્સ્ટ કલાસ કરિયરમાં પહેલીવાર પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.આમ છતાં ઓસ્ટ્રેલિયા ‘એ’ ઓપનિંગ બેટસમેન કેમરન બૈનક્રોફટની શતકીય ઈનિંગની મદદથી ભારત-એ સામે બિનસત્તાવાર ગણાતી ટેસ્ટ મેચમાં પહેલીવાર મોટી સરસાઈ બનાવવામાં સફળ રહ્યું છે.

બૈનક્રોફ્ટે ચેપક પર ૧૫૦ રનની જોરદાર ઈનિંગ રમી આ દરમિયાન ઓપનિંગ બેટસમેને અને કપ્તાન ઉસ્માન ખ્વાજાના ૩૩ રન સાથે પહેલી વિકેટમાં ૧૧૧ રન અને કેલમ ફર્ગ્યુસનના ૫૪ રન સાથે ચોથી વિકેટમાં ૧૦૭ રનની ભાગીદારી કરી હતી.

 જેનાથી ઓસ્ટ્રેલિયાએ આજે બીજા દિવસે પોતાની પહેલી ઈનિંગમાં નવ વિકેટે ૩૨૯ રન બનાવી ૧૯૪ રનની સરસાઈ મેળવી છે. ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી અને સિનિયર બેટસમેન ચેતેશ્વર પૂજારાની હાજરી છતાં ભારત-એ કાલે ૧૩૫ રનમાં આઉટ થઈ ગયું હતું. અપરાજિતે આજે પ્રજ્ઞાન ઓઝા સાથે ગાબડું  ૯૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયન ટીમે સવારે કોઈપણ નુકસાન વિના ૪૩ રનથી આગળ રમતાં ઓઝાએ ખ્વાજાને એલબીડબલ્યુ આઉટ કરી ભાગીદારી તોડી હતી. ત્યારબાદ જો બર્ન્સ આઠ અને પીટર હેંડકોમ્બ શૂન્ય આઉટ થતાં ત્રણ બોલમાં પેવેલિયન ભેગા થયા હતા ગોપાલે ફર્ગ્યુસનને આઉટ કરતાં થોડી રાહત અનુભવી ત્યારબાદ અપરાજિત માર્કસ સ્ટોનિસ ૧૦, મેથ્યૂ વેડ ૧૧ અને બૈનક્રોફટને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો. ભારતીય મૂળના ગુરુવિંદર સંધૂએ વિસ્ફોટક ૩૬ રનની ઈનિંગ રમી હતી.

You might also like